સુરત(ગુજરાત): અગાઉ કોરોનાની બીજી લહેરે કેટલાય વ્યક્તિઓના જીવ લીધા હશે. આ દરમિયાન પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થયો હોવાના કારણે વહીવટી તંત્ર દ્વારા સુરતમાં ડુમસના દરિયા કિનારા પર પ્રવાસીઓની અવર-જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પરંતુ, હવે સુરત સહિત ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ કાબુમાં આવ્યું છે અને પોઝિટિવ કેસોની સંખ્યામાં ખૂબ જ ઘટાડો નોંધાયો છે. આ દરમિયાન લાંબા સમય બાદ સુરતનું પ્રવાસન સ્થળ એવું ડુમસ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવી રહ્યુ છે.
જેથી ડુમસના દરિયા કિનારા પર લોકો મોટી સંખ્યામાં ફરવા માટે ઉમટી રહ્યા છે. આ દરમિયાન ડુમસના દરિયા કિનારામાં પાણીમાં તરતી એક કારે લોકોમાં આશ્ચર્ય જન્માવ્યું છે. આ બાબતે કેટલાક પ્રવાસીઓનું કહેવું છે કે, દરિયા કિનારા પર મજા માણવા આવેલા સહેલાણીઓની કાર પાણીમાં આવેલી ભરતીના કારણે પાણીમાં ફસાઇ ગઇ હશે. જોકે, આ બાબતે પોલીસ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે.
ઉપરાંત આ સમગ્ર મામલે સ્થાનિક લોકોનું કહેવું છે કે, લોકડાઉન બાદ ડુમસનો દરિયો સહેલાણીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તેથી મોટી સંખ્યામાં લોકો પરિવારની સાથે દરિયા કિનારા પર મજા માણવા આવી રહ્યા છે. આ દરમિયાન લોકો આડેધડ કારનું પાર્કિંગ કરતા હોય છે. ત્યારે એક પ્રવાસી દ્વારા છેક દરિયા સુધી પોતાની કાર પાર્કિંગ કરવામાં આવી હતી.
જેના કારણે કારમાં આવેલા લોકો જે સમયે ઊંટ રાઈડીંગ અને બાઈકની મજા માણી રહ્યા હતા ત્યારે દરિયામાં ભરતી આવી ગઈ હતી. જેના કારણે પહેલાં કાર દરિયાના પાણીમાં અને રેતીમાં ફસાઈ ગઈ હતી. તેથી પરિવારના લોકો તેમની કાર ત્યાં જ છોડીને જતા રહ્યા હતા.
બીજે દિવસે જ્યારે સવારના સમયે ભરતી આવી ત્યારે બીજી વખત આખી કાર પાણીમાં ગરકાવ થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે. તેના જ કારણે લોકો પાણીમાં ગરકાવ થયેલી આ કારને જોવા માટે ઉમટી પડ્યા હતા. લોકોને એવું હતું કે, કાર તરી રહી છે. પરંતુ, ખરેખરમાં દરિયાકિનારા પર પાર્ક કરવામાં આવેલી ભરતીના કારણે કાર પાણીમાં ફસાઇ ગઇ હતી. જોકે, સદભાગ્યે આ ઘટનામાં કોઈને જાનહાની થવા પામી નથી.
આ ઘટનાને લઇને ડુમસ પોલીસ સ્ટેશનના PI અંકિત સમયે જણાવ્યું હતું કે, આ ઘટનામાં હાલ કાર માલિક દ્વારા હેલ્પરોની મદદ લઇને કાર બહાર કાઢી લેવામાં આવી છે. આ વાયરલ વીડિયો જોયા બાદ લોકોને એક જ અપીલ કરવામાં છે કે, આપણી અને આપણા વાહનની સંપૂર્ણ જવાબદારી આપણી જ છે. જેથી લોકો એલર્ટ રહે અને સુરક્ષિત રહે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરિયામાં મજા લેવા આવેલા સહેલાણીઓ કારમાંથી ઉતર્યા બાદ આ ઘટના બની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.