બર્થડે પાર્ટીની આડમાં ચાલી રહેલી દારૂની મહેફિલમાં 13 નબીરાઓ નશાની હાલતમાં ઝડપાઈ- સારા ઘરની છોકરીઓ એવી હાલતમાં હતી કે…

ન્યુ ગાંધીનગર વિસ્તારમાં આવેલા સ્વાગત એફોર્ડ સોસાયટીમાં બર્થડે પાર્ટીની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી હતી. જેમાં બર્થડેની આડમાં દારૂની મહેફિલ માણતા કર્ણાવતી ડેન્ટલ હોસ્પિટલ ખાતે…

ન્યુ ગાંધીનગર વિસ્તારમાં આવેલા સ્વાગત એફોર્ડ સોસાયટીમાં બર્થડે પાર્ટીની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી હતી. જેમાં બર્થડેની આડમાં દારૂની મહેફિલ માણતા કર્ણાવતી ડેન્ટલ હોસ્પિટલ ખાતે રહેતા યુવક યુવતી સાથે મળીને 13 નબીરા ઈન્ફોસિટી પોલીસે રંગે હાથે બર્થડે પાર્ટીમાં દારૂ સાથે ઝડપી લીધા છે. ઉલ્લેખનીય છે કે બર્થડે પાર્ટીમાં નશામાં ચૂર થઈ રહેલા પાર્ટીના ઉન્માદમાં મ્યુઝિક સિસ્ટમ ખુબ જ જોરશોરથી વગાડી રહ્યા હતા. જેના કારણે તેની આજુબાજુમાં રહેતા વસાહતીઓએ રેડ પડાવીને દારૃની મહેફિલમાં ભંગ પડાવ્યો હતો.

બર્થડે પાર્ટીની પોલીસને ફરિયાદ મળતા તાત્કાલિત ઘટનાસ્થળે પહોંચી હતી.
ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનને કંટ્રોલ રૂમમાંથી ફરિયાદ મળી હતી કે સ્વાગત એફોર્ડ સોસાયટી ફ્લેટ નં એક્ષ-501માં કેટલાક છોકરાઓ અને છોકરીઓ ભેગા મળીને બર્થડે પાર્ટીની જોરજોરથી સ્પિકર વગાડીને ઉજવણી કરી રહ્યા છે જેના કારણે આજુબાજુમાં ખુબ જ અવાજ આવી રહ્યો છે. જેની ફરિયાદ નોંધાતા પીઆઈ પી.પી. વાઘેલાની આદેશ આપતાની સાથે જ શેતાનસિંહ દશરથસિંહ સહિતના સ્ટાફના માણસો આ સ્થળ પર તાત્કાલિક પહોચ્યા હતા.

જ્યાં ફ્લેટ નં એક્ષ-501માં છોકરા છોકરીઓ દારૂના નશામાં તલ્લી થયેલી હતાલમાં મળી આવ્યા હતા. વધુમાં પોલીસ દ્વારા જાણવા મળ્યું છે કે એક યુવતી દારૂના નશામાં એટલી ચકચૂર થઈ હતી કે તે પલંગ પર બેભાનની હાલતમાં પડેલી મળી હતી. તે ઉપરાંત ત્યાં સમ્રાટ નમકીનના પડીકા તેમજ ત્યાં ઇંગ્લિશ દારૂની ઘણી બધી ખાલી કાચની બોટલ તથા દારૂ પી ને પડેલા પ્લાસ્ટીકના ગ્લાસ પણ મળી આવ્યા હતા.

બર્થડે પાર્ટીમાં ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ હતા:
આ દરમિયાન જાણવા મળ્યું છે કે, પોલીસે દારૂના નશામાં ચૂર યુવક યુવતીઓની પૂછતાછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તે તમામ છોકરી અને છોકરાઓ કર્ણાવતી ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તમામ બાબતની પૂછપરછ દરમિયાન તેમણે પોતાના નામ અક્ષત વરપ્રર્ષાદ તનકુ, સ્મૃતિ સદાનંદ પુજારી, પૂજા મંગેશભાઇ સાંબારે, પ્રજ્વલ વિજયભાઇ કશ્યપ, પાર્થ રાજેન્દ્રભાઇ સોજીત્રા, અર્જુન દીલીપભાઇ કાનત, શ્રીજા શ્રીનીવાસ અપન્ના, નમ્રતા મનોજભાઇ અગ્રવાલ, દીવ્યાન્શી મેહુલભાઇ શર્મા, શ્રેયા રામાનંદ મિશ્રા, નિહારીકા રાહુલ જૈન, ભવ્ય સુરેન્દ્રકુમાર રાવત તેમજ અવની રાકેશભાઇ અગ્રવાલ હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે આ ફરિયાદ અંગે કાર્યવાહી હાથ ધરી:
હાલ કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે પાર્થ રાજેન્દ્રભાઇ સોજીત્રાના કબ્જા ભોગવાટાવાળા મકાન નં એક્ષ-501 સ્વાગત એફોર્ડ સરગાસણ ખાતેથી પ્લાસ્ટિકના ગ્લાસ નંગ 13 તેમજ પાર્ટી માટે મંગાવેલા સમ્રાટ નમકીનના તુટેલ પેકેટ નંગ 5 જપ્ત જેટલા કર્યા બાદ કોવિડ મહામારી હેઠળ પણ ભાવિ ડોક્ટરો વિરુદ્ધ ગુનાની નોંધણી કરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *