મોદી સરકાર તરફથી એચ.એમ.ટી, હિન્દુસ્તાન કેબલ અને ઇન્ડિયન ડ્રગ્સ જેવી સાર્વજનિક ક્ષેત્રની 15થી વધારે કંપનીઓને બંધ કરવાની મંજુરી આપી દીધી છે. આ બધી કંપનીનો નુકસાનીમાં ચાલી રહી છે.સરકાર તરફથી આ જાણકારી કોંગ્રેસના સાંસદ એડવોકેટ અદુર પ્રકાશ ના સવાલમાં આપવામાં આવી.
લોકસભામાં કોંગ્રેસના એક સાંસદ એડવોકેટ અદુર પ્રકાશ એ ભારે ઉદ્યોગ અને લોકો ઉદ્યોગ મંત્રાલય પાસેથી પબ્લિક સેક્ટરની કંપનીઓનું લેખાજોખા માગ્યું. તેમાં તેમણે કેટલાક સવાલો પૂછયા. અદૂર પ્રકાશ નો પહેલો સવાલ હતો કે શું સરકાર નુકસાની માં ચાલી રહેલા પીએસયુને બંધ કરવા અથવા તેના પ્રાઇવેટ કરણ પર વિચારે છે? આ ઉપરાંત તેમણે સવાલ કર્યો હતો કે શું નિતીઆયોગ એ પ્રાઇવેટ કરણ માટે પીએસયુ ની નવી યાદી તૈયાર કરી છે? આટલું જ નહીં પ્રકાશ એ પ્રાઇવેટ કરણ માટે પ્રસ્થાપિત થયેલી બધી પીએસયુના નફા તેમજ નુકશાન ની યાદી માંગી.
શું જવાબ મળ્યો?
આ સવાલોના જવાબ દેતા મંત્રાલયના મંત્રી અરવિંદ ગણપત સાવંત એ અલગ અલગ વિભાગો ના નુકસાની માં ચાલી રહેલી કંપનીઓ વિશે જાણકારી આપી.સાથે તેમણે તે 19 પીએસયુ કંપનીનું લિસ્ટ પણ જાહેર કર્યું જેને બંધ કરવાની કાર્યવાહી ચાલુ છે.મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ ભારે ઉદ્યોગ વિભાગ-તુંગભદ્રા સ્ટીલ પ્રોડક્ટ્સ લિમિટેડ, એચ એમ ટી વોચીસ લિમિટેડ, એચ.એમ.ટી ચિનાર વોચીસ લિમિટેડ, એચ.એમ.ટી બેરિંગ્સ લિમિટેડ, હિન્દુસ્તાન કેબલ્સ લિમિટેડ, એચ એમ ટી લિમિટેડની ટ્રેક્ટર ની ફેક્ટરી અને ઇન્સ્ટ્રુમેન્ટેશન લિમિટેડની કોટા યુનિટને બંધ કરવાની મંજૂરી સરકાર તરફથી આપી દીધી છે.
આ રીતે મંત્રાલયના આધીન આ વાળા કેન્દ્રીય અંતર્દેશિય જળ પરિવહન નિગમ લિમિટેડ પણ નુકસાનીમાં ચાલી રહ્યું છે. જ્યારે ફાર્માસ્યુટિકલ્સ વિભાગના ઇન્ડિયન ડ્રગ્સ અને રાજસ્થાન ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ ને પણ સરકાર દ્વારા બંધ કરવાની અનુમતિ આપવામાં આવી છે.
આ છે અન્ય નવ કંપનીઓ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.