નડિયાદ(ગુજરાત): નડિયાદમાં રહેતાં એક યુવકે 7 વર્ષની બાળકીને ચોકલેટ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ કેસ દરમિયાન આરોપીને ન્યાયાધીશે 10 વર્ષની કેદની સજા તેમજ દંડ ફટકાર્યો છે.
ભાવેશ ઉર્ફે બુટ્ટો ભાવિન રજનીકાંત પટેલે રાત્રીના 8 વાગ્યાની આસપાસ તેના વિસ્તારમાં જ રહેતી એક 7 વર્ષની કિશોરીને ચોકલેટ આપી તેની પાસે બોલાવી હતી. જેથી ચોકલેટની લાલચમાં આવીને બાળકી ભાવેશ સાથે ગઈ હતી. રાત્રીનો સમય હોવાથી સમગ્ર વિસ્તારમાં શાંતિ છવાયેલી હતી.
ભાવેશ તેનો લાભ લઈને બાળકીને નજીકની રીક્ષા પાછળ લઈ ગયો હતો. અને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકીના પરિવારજનોને ઘટનાની જાણ થતાં તેઓએ આ અંગે નડિયાદ ટાઉન પોલીસમથકમાં ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ભાવેશ પટેલ વિરૂધ્ધ ઈપીકો કલમ 376 તથા પોક્સો એક્ટની કલમ 3(બી), 4, 11(1), 12, 18 મુજબનો ગુનો નોંધી આરોપીની ધડપકડ કરી હતી.
ત્યારબાદ આ કેસ નડિયાદના સ્પે.ન્યાયાધીશ ડી આર ભટ્ટની કોર્ટમાં ચાલ્યો હતો. પીડીતાનો કેસ સરકારી વકીલ ધવલ આર બારોટે લડતા હતા. તેને દસ્તાવેજી પુરાવા, મૌખિક રજુઆત તેમજ ધારદાર દલીલો રજુ કરી હતી. જે ધ્યાનમાં લઇ ન્યાયાધીશે આરોપી ભાવેશ ઉર્ફે બુટ્ટો ભાવિન રજનીકાંત પટેલને 10 વર્ષની કેદની સજા તેમજ દંડ કર્યો છે.
આ ઉપરાંત, આરોપીએ ભોગ બનનાર બાળકીને 2,00,000 રૂપિયા ચુકવવાનો હુકમ પણ કર્યો છે. તો બીજી બાજુ નિયમ મુજબ સરકાર તરફથી ભોગ બનનાર બાળકીને 2,00,000 રૂપિયા ચુકવવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.