પશુઓને બચાવવા યુવાને સિંહ સાથે ભીડી લીધી બાથ, સિંહના એક પંજાએ યુવાનના એવા હાલ કર્યા કે ગ્રામ્યજનોમાં મચ્યો ફફડાટ

હાલ જૂનાગઢના ગીર સોમનાથમાંથી એક એવો ખતરનાક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં સિંહે એક યુવાનનો શિકાર કરી લેતા પંથકમાં હોબાળો મચી જવા પામ્યો છે. જેમાં તાલાળા તાલુકાના માધુપુર ગીર ગામે 35 વર્ષીય યુવાન રાત્રે પોતાની બકરીઓ લઇને નીકળ્યો હતો. જૂનાગઢના ગીર સોમનાથમાં એવી અનેક ઘટનાઓ સામે આવતી રહે છે જેમાં જંગલી પ્રાણીઓ પશુઓનો શિકાર કરે છે.

આ ઉપરાંત જંગલી પ્રાણીઓ પશુઓનો શિકાર કરતા હોય તેવા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા હોય છે. તેમજ ગામમાં પાળેલા પશુઓનો જંગલી જાનવર શિકાર કરી લઇ જાય છે. તેવા સમાચાર પણ સતત આવતા રહે છે. પરંતુ તાલાળા તાલુકાના માધુપુર ગીર ગામે સિંહે યુવાનનો શિકાર કર્યો છે. તેવી ઘટના બનતા લોકોમાં ફફટાડ વ્યાપી ગયો છે. જેમાં બકરીઓને બચાવવા જતા આ યુવકનું મોત નીપજ્યું છે.​​​​​​​

જાણવા મળ્યું છે કે, તાલાળા તાલુકાના માધુપુર ગીર ગામે યુવાન બકરીઓને લઇ જતો હતો. આ દરમિયાન માધુપુર ધાવા ગીરગામના રસ્તે સિંહે બકરીઓ પર હુમલો કર્યો હતો. જેમાં બકરીઓને બચાવવા જતા સિંહે યુવાનનો શિકાર કર્યો હતો. આ દરમિયાન ઘટના સ્થળે જ યુવાનનું મોત નીપજ્યું હતુ. જેમાં વનવિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક સિંહને પાંજરે પુરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *