સુરત(ગુજરાત): આજકાલ સુરત પોલીસને ફૂટણખાના અને ગોરખધંધાને પકડી પાડવામાં સફળતા પ્રાપ્ત થઇ રહી છે. આ દરમિયાન ફરીવાર સુરતમાં મસાજ પાર્લરની આડમાં ચાલતા ગોરખ ધંધાનો સરથાણા પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસ દ્વારા કૂટણખાના પર દરોડા પાડ્યા હતા અને ત્રણ લલનાને ઝડપી પાડી કૂટણખાનાના સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, આ મસાજ પાર્લર છેલ્લા 1 વર્ષથી ચાલતું હતું. જોકે, પોલીસ દ્વારા આ મસાજ પાર્લરમાં ડમી ગ્રાહક મોકલી આ સમગ્ર રેકેટને ઝડપી પાડવામાં આવ્યું હતું.
જાણવા મળ્યું છે કે, મસાજના બહાને ગ્રાહક બોલાવીને સંચાલક આ પ્રકારનો ગોરખ ધંધો કરતો હતો. પોલીસ દ્વારા આ તમામ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજકાલ સુરત શહેરમાં મસાજ પાર્લરની આડમાં અનેક ગોરખ ધંધા ચાલી રહ્યા છે. જોકે, સરથાણા પોલીસે મસાજ પાર્લરની આડમાં ચાલતા ફૂટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરતના સરથાણા સાવલીયા સર્કલ મેરીટોન પ્લાઝાની એક દુકાનમાં મસાજ પાર્લરની આડમાં ચાલતા કૂટણખાના ઉપર સરથાણા પોલીસ દ્વારા છાપો મારી ત્રણ લલનાને ઝડપી પાડી કૂટણખાનાના સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી.
સરથાણા પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે આજે બપોરે સરથાણા સાવલીયા સર્કલ મેરીટોન પ્લાઝાના પાંચમા માળે દુકાન નં.501માં ચાલતા મસાજ પાર્લરમાં ડમી ગ્રાહકને મોકલી રેઇડ કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, પોલીસે સ્પાની એક કેબીનમાંથી એક લલનાને ડમી ગ્રાહક સાથે કઢંગી હાલતમાં ઝડપી પાડી સ્પામાંથી અન્ય બે લલનાને સોફા ઉપર બેસેલી ઝડપી લીધી હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા મસાજ પાર્લરની આડમાં કૂટણખાનું ચલાવતા સંચાલક પારસ પ્રાગજીભાઈ નડીયાપારાને ઝડપી પાડી રોકડા 1000 અને બે કોન્ડોમ કબ્જે કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, પોલીસ દ્વારા પારસની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે છેલ્લા એક વર્ષથી દુકાન ભાડે રાખી છે અને તે મસાજના બહાને ગ્રાહકો બોલાવી કે મસાજ માટે આવતા ગ્રાહકો પાસેથી મસાજના 500 અને શરીરસુખ માણવાના 1000 લેતો હતો. તેમાંથી માત્ર 500 તે લલનાઓને આપતો હતો. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.