આમળાને ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. આમળાનો ઉપયોગ આપણે સામાન્ય રીતે વાળની સુંદરતા જાળવવા કરીએ છીએ પરંતુ આમળા માત્ર વાળ અને ત્વચા માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી, કેલ્શિયમ, ફોસ્ફરસ, આર્યન, વિટામીન બી વગેરે હોય છે.
તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ ભરપૂર માત્રામાં હોય છે. જો નિયમિત રૂપે તેને ડાયટમાં સામેલ કરવામાં આવે તો તેનાથી તમારી ત્વચા અને વાળ હેલ્થી રહે છે. શરીરમાંથી ટોક્સિન પણ સરળતાથી બહાર કાઢે છે. જેનાથી એજિંગ ની સમસ્યા થતી નથી.અસંખ્ય ગુણોથી ભરપૂર આંબળાને દૈનિક ડાયટમાં ઘણી રીતે સામેલ કરી શકાય છે.
આમળાના સેવન નો સૌથી સરળ ઉપાય છે તેના જ્યૂસનું સેવન કરવું. તમે આમળાને ધોઈને કાપી લો અને એક બ્લેન્ડર માં રસ કાઢી લો અને થોડું પાણી ભેળવીને પી લો. તમે તે ગાજર, આદુ, બીટ, ફુદીનો વગેરે જ્યુસની સાથે પણ પી શકો છો.
તમે ઈચ્છો તો તેને સિંધવ મીઠા સાથે કાપી ને પણ ખાઈ શકો છો. જો તમને અથાણું ખાવું પસંદ છે તો તમે આમળાનું અથાણું બનાવીને પણ ખાઈ શકો છો. રોટલી ની સાથે આમળાની ચટણીનું સેવન બ્રેકફાસ્ટ ને હેલ્થી બનાવશે અને સ્વાદિષ્ટ પણ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.