પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળની નદીયામાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. જ્યાં 13 વર્ષની માસૂમ બાળકીએ એક બાળકને જન્મ આપ્યો છે. 7 ધોરણમાં અભ્યાસ કરતા તેના જ ક્લાસના વિદ્યાર્થીએ તેને બ્લેકમેલ કરી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
નદીયા ધનતાલા પોલીસ સ્ટેશન હેઠળ આ મામલો સામે આવ્યો છે. આ ઘટના બાદ સગીર આરોપી તેના પરિવાર સાથે બાંગ્લાદેશ ભાગી ગયો છે. આરોપીના દાદા બાંગ્લાદેશમાં રહે છે. પીડિતાની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, 7 ધોરણમાં અભ્યાસ કરતી તેની પુત્રી સાથે તેના ક્લાસના સાથીએ શારીરિક છેડતી કરી હતી અને તે પછી મોબાઇલમાં તેના ફોટા સેવ કરીને તેને બ્લેકમેલ કરતો હતો.
આ કિસ્સામાં, પીડિતાની માતા ડરી ગઈ છે અને તે ન્યાય માંગે છે. પીડિતાના પરિવારે આના આધારે ધનતાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. આ ફરિયાદના આધારે સંબંધિત પોલીસ મથકની પોલીસે તપાસ શરૂ કરી છે. આ કેસમાં સગીર આરોપી ફરાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.