‘આવા મિત્રો હોય તો દુશ્મનની શું જરુર છે!’ -લગ્નની આગલી રાતે જ યુવાનનું થયું અણધાર્યું મોત

ગાઝિયાબાદ(ઉત્તર પ્રદેશ): ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં મંગળવારે રાત્રે એક યુવકે બેચલર પાર્ટીમાં ગોળી વાગી જવાથી પોતાનો જીવ ગુમાવ્યો હતો. મૃતકના પિતાનો આરોપ છે કે, તેના મિત્રોએ…

ગાઝિયાબાદ(ઉત્તર પ્રદેશ): ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં મંગળવારે રાત્રે એક યુવકે બેચલર પાર્ટીમાં ગોળી વાગી જવાથી પોતાનો જીવ ગુમાવ્યો હતો. મૃતકના પિતાનો આરોપ છે કે, તેના મિત્રોએ તેની હત્યા કરી હતી અને મૃતદેહને હોસ્પિટલમાં મૂકીને ભાગી ગયા હતા. આ કેસમાં પોલીસે બે મિત્રોને કબજે લઇ પૂછપરછ શરૂ કરી છે.

સાહિબાદબાદના લાજપતનગર બી-209 માં રહેતા સૂરજ રાય મંગળવારે રાત્રે તેના મિત્ર હિમાંશુના ઘરે ગયો હતો. હિમાંશુના આજે એટલે કે બુધવારે તેના લગ્ન થવાના હતા, તેથી તેણે ઘરે મિત્રો માટે બેચલર પાર્ટી ગોઠવી હતી. તેમાં હિમાંશુ, સૂરજ, હરિ ઓમ, વિકી અને અન્ય કેટલાક મિત્રો હાજર રહ્યા હતા. એવું કહેવામાં આવે છે કે, આ દરમિયાન દરેક વ્યક્તિએ ભારે દારૂ પીધો હતો અને તે પછી અચાનક કોઈ મુદ્દાને લઈને ગોળી ચાલી ગઈ હતી. ગોળી સૂરજના પેટમાં લાગી અને તે ત્યાં જ તડપવા લાગ્યો હતો. ઉતાવળમાં હિમાંશુ અને તેના અન્ય મિત્રો તેને ઇજાગ્રસ્ત હાલતમાં મેક્સ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને તેને ઇમરજન્સી વોર્ડમાં મૂકીને ફરાર થઇ ગયા હતા. ત્યાં સૂરજ મરી ગયો.

સૂરજના પિતા વિનોદકુમાર રાયનો આરોપ છે કે, તેના મિત્રોએ તેમને ફોન કરીને ગેરમાર્ગે દોરી ગયા હતા. જણાવ્યું હતું કે, સુરજ પોલીસ ચોકી પર હાજર છે, જ્યારે તેવું કઈ ન હતું. મૃતકના પિતાએ તેના મિત્રો હિમાંશુ શર્મા, હરિઓમ ત્યાગી, વિકી સિંહ અને અન્ય મિત્ર વિરુદ્ધ હત્યાના આરોપમાં પોલીસ મથક સાહિબાબાદમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે જણાવ્યું છે કે, આ કેસમાં મૃતક સુરજના બે મિત્રોની કબજો લઈ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. સાહિબાબાદ સીઓએ જણાવ્યું હતું કે, બેચલર પાર્ટીમાં આનંદકારક ગોળીબાર કરવામાં આવ્યો છે. તેમાં ગોળી વાગવાથી મોતની ઘટના પ્રકાશમાં આવી છે. ત્રણ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછ ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *