સુરના પુણા વિસ્તારમાં નજીવી બાબતે એકબીજા ઉપર ચપ્પુથી કર્યો જીવલેણ હુમલો

સુરત(ગુજરાત): નાની નાની વાતોમાં જીવલેણ હુમલાઓ થવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે પુણાગામ વલ્લભનગર સોસાયટીના નાકા પાસે વધુ એક બનાવ સામે આવ્યો છે. રાત્રે 9 વાગ્યાની આસપાસ સામાન્ય બોલાચાલીમાં ઉગ્રસ્વરૂપ ધારણ થતા બંને પક્ષોએ એકબીજા ઉપર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો. ‘મને મારવા આવ્યો છે’ એવું સમજીને બદમાશે યુવકને ચપ્પુ માર્યું હતું. ઇજાગ્રસ્ત યુવકે પણ બદમાશ પાસેથી ચપ્પુ આંચકીને બદમાશ પર હુમલો કરતા બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી. બંને પક્ષોની ફરિયાદ પોલીસે લઈને ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, ઓનલાઈન કપડા વેચવાનો ધંધો કરતા પુણાગામ સુર્યનગરમાં રહેતા નેહાબેન અજયભાઈ સકસેના છે. શનિવારે રાત્રે સાડા નવેક વાગ્યે નેહાબેનના પતિ અજયને પુણાગામ વલ્લભનગર સોસાયટીના નાકા પાસે મંગલ, રાહુલ અને રાકેશે મોઢા અને પેટના ભાગે ચપ્પુના ઘા મારીને ગંભીર રીતે ઇજા પહોચાડી હતી. નેહાબેનની ફરિયાદને આધારે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુધ ગુનો નોંધ્યો હતો. તો સામે મંગલ સંતરામ રાજભરએ પણ અજય બંગાળી વિરુધ ફરિયાદ નોંધાવી હતી.

મંગલે જણાવ્યું હતું કે, આરોપી અજય બંગાલી અને પારસ બંને જણા રાજુ બટાકાને મારતા હતા અને લોકોનું ટોળું ભેગુ થયું હતું. શેરીમાં ઢોર બેસેલા હોવાથી મંગલ લાકડી લઈને ભગાડતો હતો. ત્યારે અજય બંગાલી તેની પાસે આવી ને, ‘તું લાકડી લે કે મુજે મારને આયા હે’ તેમ કહીને ગાળો આપવા લાગ્યો હતો. મંગલે ગાળો આપવાની ના પાડતા અજયે પેટના ભાગે ચપ્પુના ઘા માર્યો હતો. બંનેને ગંભીર ઇજા થઈ છે.

બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મંગલે અજય વિરુદ્ધ અને અજયે મંગલ તથા તેના બે મિત્રો રાહુલ અને રાકેશ વિરુદ્ધ પુણા પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *