હિમાચલ પ્રદેશથી ચાલતા ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવામાં સુરત પોલીસને મળી સફળતા, મહિલા સહિત ત્રણની ધરપકડ

આજકાલ પોલીસ દ્વારા સતત ડ્રગ્સના નેટવર્ક પકડી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે હિમાચલ પ્રદેશના કસોલથી 23 લાખથી વધુના 4 કિલો ચરસના જથ્થા સાથે મહિલા સહિત 3ને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ જેની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી હતી.

સુરત કમિશનર દ્વારા હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના ડીજીપી સાથે વીડિયો કોન્ફરન્સ કરીને આ અંગે તમામ માહિતી આપવામાં આવી હતી. જેને આધારે પોલીસ દ્વારા હિમાચલ પ્રદેશના અત્યંત અંતરિયાળ પહાડી પ્રદેશમાં રહેતા ત્રણ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.

આ અંગે એસ.ઓ.જી દ્વારા પ્રાથમિક પૂછપરછમાં ઘણી ચોંકાવનારી માહિતી પણ સામે આવી રહી છે. જેમાં ચરસ હિમાચલ પ્રદેશથી સુરત લાવવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે. હિમાચલ પ્રદેશમાં આવેલા મનાલીથી અંદાજે 75 કિલોમીટર દૂર આવેલા કસોલ ખાતેથી ચરસ લાવીને સુરતના યુવાનોને વેચવામાં આવતું હતું.

કસોલમાં દેશ-વિદેશથી આવતા યુવાનો ચરસનું સેવન કરતા નજરે પડે છે. જ્યાં મોટી માત્રામાં ચરસની ખપત થતી હોવાની ચર્ચા છે. ઝડપાયેલા ત્રણ આરોપી પૈકી મુખ્ય આરોપી જેનીશ ખેની જેણે BBA સુધીનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત મીની બજાર મેઇન રોડ જેડી રેસ્ટોરન્ટની બાજુના કોમ્પ્લેક્સમાં પોતાની શેર માર્કેટની ઓફિસ ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ અન્ય એક મહિલા નિકિતા પણ ઝડપાય છે. જે સિવાન હાઇટ્સ મોટા વરાછા ખાતે રહે છે. જે પોતે ફેશન ડિઝાઈનર છે.

આ ઉપરાંત અન્ય એક આરોપી ડ્રાઈવર અતુલ પાટીલ ઝડપાયો છે. જે વીઆઈપી સર્કલ મોટા વરાછા ખાતે રહે છે. જાણવા મળ્યું છે કે, જે મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના રહેવાસી છે. જેમા આરોપી નોલરામ ઠાકુર, લાલારામ જયચંદ, ટેકરામ બહાદુરને ઝડપી લેવાયા હતાં.

જેમાં નોરા રામ ઠાકોરને હિમાચલ પ્રદેશથી ટ્રાન્ઝિટ રિમાન્ડ લઇ સુરત લાવવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય ઝડપાયેલા બે આરોપી અગાઉ પણ NDPC ગુના નોંધાઈ ચૂક્યો છે. જે આજસુધી નાસતા ફરતા હતા. હાલ તેમને સુરત લાવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *