જામનગર(ગુજરાત): સોનાના દાગીના પહેરીને અને બજારમાં નીકળીતી મહિલા માટે એક ચેતવણી સમાન બનાવ સામે આવ્યો છે. જામનગરમાં કોઈ અજાણ્યા વ્યક્તિઓએ એક મહિલાનો રસ્તો રોકીને અને વાતોમાં ભોળવીને મહિલાના સોનાના દાગીના લઈને ફરાર થઇ ગયા હતા.
જામનગર શહેરના આર્યસમાજ રોડ પર માધવબાગ નજીક 60 વર્ષના પુષ્પાબેન કનખરા રહે છે. એક દિવસ પુષ્પાબેન શાકભાજી લેવા માટે જઈ રહ્યા હતા. ત્યારે તેમને 6 તોલાની ચાર સોનાની બંગડી તથા 2 તોલાનો એક ચેન પહેરેલો હતો. તે દરમિયાન પુષ્પાબેન પાસે 3 અજાણ્યા વ્યક્તિઓએ આવ્યા અને કહ્યું હતું કે, આગળ પોલીસ ચેકીગ ચાલુ છે. જ્યાં સોનુ પહેરેલ વ્યક્તિને પકડે છે તેવી ખોટી વાતોમાં પુષ્પાબેનને ભોળવી તેમનો વિશ્વાસ જીતી લીધો હતો.
ત્યારબાદ આરોપીઓએ પુષ્પાબેને પહેરેલ 4 બંગડી અને 1 ચેનનો ફોટો પડવાનુ કહીને દાગીના ઉતરાવ્યા હતા. તે દરમિયાન પુષ્પાબેનની નજર ચુકવી તેના સોનાના દાગીના લઈને ભાગી ગયા હતા. જેમા 1.20 લાખની કિમતની 4 બંગડી તથા 1 સોનાનો ચેન મળીને કુલ 1.60 લાખની કિંમતના દાગીના લઇ ગયા હતા. તેન બદલામાં પુષ્પાબેનને કાગળના પડીકામા ખોટી 2 બંગડી પાછી આપી હતી. સમગ્ર ઘટના અંગે પુષ્પાબેનને જાણ થઇ ત્યારે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનએ ફરિયાદ નોંધાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.