હિન્દુધર્મમાં કુલ 16 સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. 16 મું સંસ્કાર એટલે કે, અંતિમ સંસ્કાર કહેવામાં આવે છે. અંતિમ સંસ્કાર વ્યક્તિના મૃત્યુ પછી કરવામાં આવે છે. કેટલાક નિયમો આ ધાર્મિક વિધિ માટે પણ બનાવવામાં આવ્યા છે. જેમાં ક્યારેય મૃતદેહનો અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત પછી કરવામાં આવતો નથી. આ ઉપરાંત અંતિમ સંસ્કાર કરતી વ્યક્તિ એક ઘડામાં પાણી ભરીને ચિતા પર રાખેલા મૃતદેહની પરિક્રમા કરે છે. ત્યારબાદ તે માટલાને પટકીને ફોડી નાખવામાં આવે છે.
ગરુડ પુરાણ અનુસાર, અગ્નિ સંસ્કાર સૂર્યાસ્ત પછી હિન્દુ ધર્મ શાસ્ત્રો વિરુદ્ધ માનવામાં આવે છે. તેથી જો કોઈ રાત્રે મૃત્યુ પામે છે, તો તેના મૃતદેહને સવાર સુધી સાચવી રાખવામાં આવે છે. ત્યારબાદ તેને આગામી દિવસે સૂર્યોદય પછી અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે, રાત્રે સ્વર્ગના દરવાજા બંધ થાય છે અને નરકના દરવાજા ખુલે છે. તેથી રાત્રે અંતિમ સંસ્કાર કરવા ન જોઈએ. આવી સ્થિતિમાં, જીવંત અસ્તિત્વના આત્માને નરકની પીડા સહન કરવી પડે છે. સાથે સાથે એવું પણ માનવામાં આવે છે કે, આવતા જન્મમાં આ વ્યક્તિમાં કોઈ અંગ ખામી હોઈ શકે છે.
છેદવાળા માટલામાં પાણી ભર્યા પછી અને મૃતદેહની આસપાસ પરિક્રમા કરવા અને અંતે માટલું ફોડવા માટેની પણ માન્યતા છે. માન્યતા એવી છે કે, આત્માનો શરીર પ્રત્યેનો મોહ ભંગ કરવાનો છે. મૃતદેહની પરિક્રમા દરમિયાન વ્યક્તિના જીવનની કહાની કહેવામાં આવે છે. તેમા ઘડાને મનુષ્ય માનવામાં આવે છે અને ઘડામાં જે પાણી રહેલું હોય છે તેને વ્યક્તિનો સમય માનવામાં આવે છે. જેમ જેમ પાણી છેદમાંથી ટપકીને ઓછું થાય છે તેમ તે વ્યક્તિની આયુષ્ય ઓછું થાય છે. અંતમાં ઘડો ફોડીને આ સંકેત આપે છે કે, વ્યક્તિનું આયુષ્ય પૂરું થઇ ગઇ અને શરીરમાં રહેનારી આત્મા પણ મુક્ત થઇ ગય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.