ગુજરાતમાં આજે સીએનજીના કિલોદીઠ ભાવમાં 68 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ સીએનજીનો નવો ભાવ કિલોદીઠ રૂપિયા. 55.30 થઈ ગયો છે. આજ સુધી તેનો ભાવ રૂા. 54.62નો હતો. તેની સીધી અસર સીએનજીનો ઇંધણ તરીકે રિક્ષા ચલાવનારાઓ પર પડશે.
ગુજરાતના ઘરે ઘરે વપરાતા પાઈપ નેચરલ ગેસના ભાવમાં અને તેના સ્લેબમાં પણ ફેરફાર પરિણામે અમદાવાદમાં દોડતી 2.20 લાખ રિક્ષાઓનો ઇંધણ ખર્ચ વધશે. તદુપરાંત ખાનગી વાહનો પણ મોટી સંખ્યામાં સીએનજીનો ઉપયોગ કરતાં થયા છે. બીજી તરફ ઘરઘરમાં વપરાતા પાઈપ નેચરલ ગેસના ભાવમાં અને તેના સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પાઈપ્ડ નેચરલ ગેસ-પીએનજીના સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ ભાવ રૂા. 29.06નો ભાવ હતો તે વધારીને રૂા. 29.50 કરી દેવામાં આવ્યો છે.
આ વધારાને પરિણામે સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ ગેસના ભાવમાં 44 પૈસાનો વધારો થયો છે. અમદાવાદ વિસ્તારમાં પીએનજીના અંદાજે 4 લાખ કન્ઝ્યુમર્સ છે. રસોડામાં ગેસનો ઉપયોગ કરનારાઓએ પીએનજીના ભાવ વધારાનો બોજ વેંઢારવો પડશે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા પછી હવે સીએનજીના ભાવ વધારાનો માર લોકોને ખમવાનો આવ્યો છે. રસોડામાં ગેસનો ઉપયોગ કરનારાઓએ પીએનજીના ભાવ વધારાનો બોજ વેંઢારવો પડશે.
અમદાવાદમાં પેટ્રોલના ભાવ રૂા. 97થી વધારે અને ડીઝલના ભાવ રૂા. 96થી વધારે છે. ગુજરાતના અન્ય વિસ્તારોમાં સક્રિય કંપનીઓએ હજી સુધી ભાવમાં વધારાની જાહેરાત કરી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.