યુવા નેતા જીગ્નેશ મેવાસાની દરિયાદિલી: અત્યાર સુધી ૪૦ નો ભોગ લઇ ચુકેલા નાળાએ અકસ્માતગ્રસ્ત બનેલા લોકોનો જીવ બચાવ્યો

ભાવનગર: ભાવનગર જીલ્લાના રાજકોટ હાઈવે જે રંઘોળા ગામ થી રંઘોળા ચોકડી વચ્ચે અવારનવાર અકસ્માતની ઘટના બની રહી છે. અકસ્માત રાજકોટ હાઈવે પર અવારનવાર બની રહ્યા છે તેમનું મુખ્ય કારણ એ છે કે હાઈવે પર રાત્રી દરમિયાન કોઈ દિશા સૂચક, રીફક્લૅટર અને લાઈટ ન હોવાને કારણે હાઈવે પર અવારનવાર અકસ્માતની ઘટના બને છે.

ત્યારે આજે પણ એટલે કે 11 તારીખના રોજ સવારે 4 વાગ્યે ભાવનગર રાજકોટ હાઇવે રંઘોળા ગામ થી રંઘોળા ચોકડી વચ્ચે નદી પુલ પર રહેલા ડિવાઈડર સાથે કાર અથડાતા 3 થી 4 વાર પલ્ટી મારી ગઈ હતી અને તેમાં સવાર રાજકોટના પરિવાર ભાવનગર તરફ સગાઇ માં જઈ રહ્યો હતો જેમાં એક ભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને અન્ય લોકોને નાની મોટી ઈજાઓ પહોચી હતી. અકસ્માત થતાની સાથે આજુ બાજુમાં રહેલા લોકોએ એમ્બ્યુલેન્સને બોલાવીને સારવાર હેઠળ હોસ્પીટલમાં મોકલવામાં આવ્યા હતા. આ નદીના પુલ પર અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બને છે.

આ ઘટના સમયે તે તરફ પ્રવાસ કરી રહેલા સુરતના યુવા નેતા જીગ્નેશ મેવાસાએ તાત્કાલિક ઈજાગ્રસ્તોને ૧૦૮ બોલાવીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જયારે આ અકસ્માત અંગે તેઓએ જણાવ્યું કે આ અકસ્માત એ તંત્રની નાકામયાબી નું પરિણામ છે. અહિયાં હાઈવે પર રાત્રી દરમિયાન કોઈ દિશા સૂચક, રીફક્લૅટર અને લાઈટ ન હોવાને કારણે હાઈવે પર અવારનવાર અકસ્માતની ઘટના બને છે. સાથે સાથે જીગ્નેશ મેવાસાએ તંત્ર સામે માંગ કરી હતી કે તાત્કાલિક અહિયાં રીફ્લેકટર મુકવામાં આવે અને રેલીંગ કરવામાં આવે.

થોડાક મહિના પહેલા આ પુલ પરથી આખી જાનૈયાઓ ભરેલું વાહન નદીમાં ખાબકયું હતું અને 40થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. આ રંઘોળા ગામ થી રંઘોળા ચોકડી વચ્ચે અવારનવાર અકસ્માતની ઘટના બને છે. જેને ધ્યાનમાં લઈને સરકારી તંત્રએ પોતાની આંખ ઉઘાડવાનો સમય આવી ગયો છે. અહિયાં એક પ્રશ્ન પણ ઉદભવી રહ્યો છે કે શું સરકારી તંત્ર આવી જ રીતે સુતું રહેશે અને અસ્કમાતમાં લોકો મૃત્યુ પામતા રહેશે?

આ પુલ પર દિશા સૂચક, રીફક્લૅટર અને લાઈટ ન હોવાને અકસ્માતની ઘટના બની રહે છે જે ખુબ જ ગંભીર બાબત કહી શકાય. જો આ અંગે સરકારી તંત્ર દ્વારા કોઈ નિણર્ય કરવામાં આવશે કે પછી આમ જ અકસ્માત થતા રહેશે અને તંત્ર ઊંઘતું રહેશે.

ભૂતકાળના અકસ્માતની વાત કરીએ તો ભાવનગરના રંઘોળા ગામે અકસ્માતને લઈને રાજ્ય સરકારે કલેકટરને તપાસના આદેશ આપ્યા હતા અને રિપોર્ટ પણ માંગ્યો હતો. જોકે, આ અકસ્માત માટે ક્યાંકને ક્યાંક જવાબદાર રંઘોળા ગામનો બ્રિજ હોવાનું મનાય છે. આ બ્રિજ પર અગાઉ પણ અકસ્માતો થઈ ચુક્યા છે. અગાઉ પણ ટ્રેકટર સહિતના વાહનો બ્રિજ પરથી નાળામાં ઉતરી ગયા છે ત્યારે આ ઘટનામાં પણ અકસ્માતનું કારણ સ્થાનિક આગેવાનો બ્રિજને જ માની રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *