તળાવમાં ડૂબતા નાના ભાઈને બચવવા જતા મોટો ભાઈ પણ ડૂબ્યો, પરિવારમાં એક સાથે બે ચિરાગ બુઝાયા  

તાજેતરમાં પંચમહાલના હાલોલમાંથી એક ખુબ જ કરુણ ઘટના સામે આવી છે જેમાં અરાદ રોડ ઉપર આવેલા ફાંટા તળાવમાં બપોરે ગરમીથી બચવા માટે નાહવા ગયેલા ચાર…

તાજેતરમાં પંચમહાલના હાલોલમાંથી એક ખુબ જ કરુણ ઘટના સામે આવી છે જેમાં અરાદ રોડ ઉપર આવેલા ફાંટા તળાવમાં બપોરે ગરમીથી બચવા માટે નાહવા ગયેલા ચાર કિશોરો પાણીમાં ડૂબ્યા હતા. જે પૈકી બે સગા ભાઈઓના તળાવના પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યા હતા અને બે કિશોરનો આબાદ બચાવ થયો હતો.

મળતી માહિતી મુજબ, પાલીતાણાથી ફુગ્ગા વેચવાનો વ્યવસાય કરવા આવેલા પરિવારના 16 વર્ષ અને 12 વર્ષના બે પુત્રો એક સાથે પાણીમાં ડૂબી મોતને ભેટતાં શોકનો માહોલ છવાયો છે. હાલોલ પોલીસ અને ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે દોડી જઈ ફાયર બ્રિગેડને જાણ કરી અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ભારે જહેમતબાદ બંને ભાઈના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

આ પરિવાર તળાવ નજીક આવેલા મદારીવાસમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, મૂળ સૌરાષ્ટ્રના પાલીતાણાના અને હાલ છેલ્લા ત્રણ માસ ઉપરાંતથી હાલોલના મદારીવાસ રહી ફુગ્ગા વેચી પરીવારનું ગુજરાન ચલાવતા ગરીબ પરીવારના બે પુત્રો નજીકમાં આવેલા ફાંટા તળાવમાં ગરમીથી બચવા અને તળાવના પાણીમાં ન્હાવાનો આંનદ માણવા માટે અન્ય બે મીત્રો સાથે ગયા હતા.

આ દરમિયાન બે સગ્ગા ભાઈ હેક દિનેશભાઇ વાઘેલા તેમજ કાળું દિનેશભાઇ વાઘેલા તળાવમાં નાહવા ગયા હતા. જેમાં કાળુ વાઘેલા ઉંડા પાણીમાં ગરકાવ થતાં બચવા માટે તે બુમો પાડવા લાગ્યો હતો. જેથી તેનો મોટોભાઈ હેક તેને બચાવવા દોડી ગયો હતો. આ દરમિયાન તે પણ પાણીમાં ડૂબી ગયો હતો. આમ બંને ભાઈઓ પાણીમાં ડૂબી ગયા હતા. અને સાથી મિત્રો બહાર નીકળી ગયા હતા જેથી તેઓનો આબાદ બચાવ થતાં જ તેઓએ બુમા બૂમ કરતા આજુબાજુના લોકો ત્યાં દોડી આવ્યા હતા.

ત્યારબાદ આ અંગે હાલોલ પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળે દોડી આવી પાણીમાં ડૂબી ગયેલા બન્ને ભાઈઓને બહાર કાઢવા માટે હાલોલ ફાયર ફાયટરની ટીમ ને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરની ટીમ દ્વારા ઘટના સ્થળે દોડી આવી ભારે જેહમત બાદ બંને ભાઈઓના મૃતદેહ વારાફરતી પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *