વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે રાહતના અને ખુશીના સમાચાર આવ્યા છે. રાજ્યમાં આગામી દિવસમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી છે. ફરી એક વાર રાજ્યમાં વરસાદી સીસ્ટમ સક્રિય થતા હવે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
ગત મહીને એટલે જે જુન મહિનામાં વરસાદ પાછો ખેચાતા વરસાદ પડવાની સંભાવનાઓ નહીવત હતી. જેને કારણે જગતનો તાત ચિંતામાં મૂકાઈ ગયો હતો. પરંતુ અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં વરસાદ પડી શકે છે. જે ખેડૂતો માટે ખુશીના સમાચાર કહી શકાય.
આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 11 જુલાઈથી 20 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે. ભારે વરસાદ પડવાની સાથે નદી અને નાળાઓમાં પુર આવે તેવી પરિસ્થિતિ સર્જાય શકે છે. અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સારો વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે આજે એટલે કે રવિવારે નવસારી, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, અમરેલી, ગીર-સોમનાથ વરસાદ પડી શકે છે. જ્યારે સોમવારના રોજ નવસારી, વલસાડ, તાપી, સુરત, ડાંગ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, વડોદરા, નર્મદા, ભરૂચ મા પણ વરસાદ પડી શકે છે.
જ્યારે મંગળવારના રોજ સુરત, નવસારી, વલસાડ, જુનાગઢ, ગીર-સોમનાથ, અમદાવાદ, આણંદ, અરવલ્લી, મહીસાગર, નર્મદા, ભરૂચ, પોરબંદર, અમરેલી, બોટાદમાં આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.