પ્રેમિકાને મનાવવા શોલેના વીરુની જેમ પ્રેમી 12માં માળે ચડ્યો અને પછી…

નોઇડા: રવિવારે ગ્રેટર નોઈડામાં એક અંડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં હંગામો થયો હતો. જ્યારે વિદેશી મૂળનો વ્યક્તિ તેની ગુસ્સે થયેલી પ્રેમિકાને મનાવવા શોલેના અંદાજમાં બિલ્ડિંગના 12 મા માળે ચડ્યો અને ત્યાંથી આત્મહત્યા કરવાની ધમકી આપવાનું શરૂ કર્યું. લગભગ 2 કલાક સુધી આ ડ્રામા ચાલુ રહ્યો હતો. પોલીસ સહિતના લોકોનું ટોળુ સ્થળ પર પહોંચી ગયું હતું. પોલીસ અને તેના મિત્રોએ સાથે મળીને તેને સમજાવ્યો અને પછી તેને નીચે લાવ્યા હતા.

રવિવારે ગ્રેટર નોઈડામાં અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગના 12 મા માળે ચડીને એક વ્યક્તિ આત્મહત્યાની ધમકી આપી રહ્યો હતો, બિલ્ડિંગમાં ચડીને આત્મહત્યા કરવાની ધમકી આપનાર વ્યક્તિ અંગોલા દેશનો નાગરિક હતો. જેનું નામ એન્ટિયો મુબાઇ છે.

બિલ્ડિંગ ઉપર ચડેલા વ્યક્તિનો તેની પ્રેમિકા સાથે ઝઘડો થયો હતો. તેણે ત્યાં ગલફ્રેન્ડને મનાવવા માટે શોલેના વીરૂની જેમ બિલ્ડિંગના 12 મા માળે ચડીને આત્મહત્યા કરવાની ધમકી આપવા લાગ્યો હતો. ક્યારેક તે ઉભો રહેતો અને ક્યારેક તે કૂદી પડવાની ધમકી આપતો હતો. યુવકના નાટકને કારણે ત્યાં ભારે ભીડ એકત્રિત થઈ હતી, આસપાસના લોકોએ બીટા-2 પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.

પોલીસે ઘટના સ્થળે પહોંચી એન્ટિયો મુબાઇને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસને સામે ભાષાની સમસ્યા આવી હતી. ત્યારબાદ પોલીસે આફ્રિકન સંગઠનોના લોકો સાથે વાત કરી તેને બોલાવીયા હતા, અને એન્ટોનિયોને સમજાવવા માટે મોકલ્યા હતા.

બે કલાકથી વધુ સમય સુધી, યુવકના સાથી અને પોલીસ અધિકારીઓ તેની પાસેથી થોડે દૂર ઉભા રહીને 12 મા માળેથી નીચે ઉતરી જવા માટે અપીલ કરી રહ્યા હતા. પરંતુ બિલ્ડિંગ ઉપર ચડેલો યુવક કોઈનું સાંભળવા તૈયારી ન હતો. જો કોઈ પોલીસ જવાન તેને પકડવાનો પ્રયત્ન કરતા ત્યારે તે બિલ્ડિંગ પર લટકી જતો હતો. યુવકનું હાઇ વોલ્ટેજ નાટક કલાકો સુધી ચાલતું રહ્યું હતું. પરંતુ સખત મહેનત બાદ પોલીસ અધિકારીઓએ તેને કોઈક રીતે નીચે ઉતારવા માટે મનાવ્યો હતો. આ પછી, એન્ટિયોને સુરક્ષિત રીતે નીચે લાવવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *