પેટ્રોલ-ડીઝલની સાથે સાથે આમ જનતાને વધુ એક મોટો ફટકો- ઘર ઘરમાં ખવાતી આ વસ્તુ થઇ મોંઘી

સમગ્ર રાજ્યમાં કોરોનાકાળમાં લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન રાજ્યમાં સતત વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ વચ્ચે હવે વધુ એક મોંઘવારીનો માર જનતાએ સહન કરવો પડશે. મહત્વનું છે કે, રાજ્યમાં સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યાં છે.

આ દરમિયાન, જનતા એક બાજુ પેટ્રોલ-ડીઝલના ભાવથી પરેશાન છે ત્યાં તો હવે રોજિંદા ઉપયોગમાં લેવાતા તેલના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં 25 રૂપિયાનો વધારો થતા મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. કાચા માલની અછતને કારણે ભાવ વધારો થયો હોવનું મનાઈ રહ્યું છે.

જણાવી દઈએ કે, સિંગતેલના ડબ્બાના ભાવ 2 હજાર 400 થી વધીને 2 હજાર 450 થયા છે. તો કપાસિયા તેલનો ભાવ રૂપિયા 2 હજાર 300ને પાર પહોંચ્યો છે. સૌથી વધુ ઉપયોગમાં લેવાતા એવાં કપાસિયા તેલનો ભાવ વધારો સીધો મધ્યમ વર્ગના બજેટ પર અસર કરે છે.

ઉલ્લેખનીય છે કે, કાચા માલની અછતના કારણે આ ભાવવધારો થઇ રહ્યો છે તેલના વેપારીઓનું એમ કહેવું છે. જોકે, વાવાઝોડા અને ઓછા વરસાદને કારણે કપાસ અને મગફળીના ઉત્પાદનમાં અસર જોવા મળી હતી. જેથી તેની અસર હવે ખાદ્યતેલ પર પણ પડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *