ગુજરાત રાજ્યમાં આગામી દિવસમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી છે. ફરી એક વાર રાજ્યમાં વરસાદ વરસી શકે છે. આ વખતે રાજ્યમાં ચોમાસું સારું રહેશે અને તે દરમિયાન મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એક વાર વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભાર વરસાદ પડી શકે છે. જયારે આજે અને આવતી કાલે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જયારે અમદાવાદીઓએ ભારે વરસાદ માટે હજુ થોડીક રાહ જોવી પડશે.
અંબાલાલ પટેલે કહ્યું છે કે, અમદાવાદ શહેરમાં વરસાદી ઝાપટાં પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. સાથે ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે. માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવાની પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદી માહોલ જામશે. જેને કારણે રાજ્યમાં લોકોને ગરમીમાંથી રાહત મળશે.
આગામી સમયમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિમ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, કચ્છના કેટલાક વિસ્તારમાં સારો વરસાદ પડી શકે છે. જોકે 20 જુલાઈ બાદ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.