ભાવનગર(ગુજરાત): પિથલપુર ગામના એક નરાધમ વ્યક્તિએ પોતાના જ સંબધીની 13 વર્ષની સગીરા સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, સગીરાને ગર્ભ રાખી માતા બનાવી દેવાના મામલે આરોપીને કોર્ટેમાં આજીવન કેદની સજા સંભળાવી છે.
તા.16/5/2020 ના રોજ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી સામે ઇપીકો કલમ 376(2), 376(3), એટ્રોસિટી કલમ 3(1),(2),(5) પોકસો કલમ 4-5-8 સહિત ગુન્હો નોંધ્યો હતો. કાલે બુધવારે આ અંગેનો કેસ મહુવાની પોસ્કો કોર્ટમાં ચાલી રહ્યો હતી ત્યારે પોસ્કો જજ એમ.એસ. સંધીએ સરકારી વકીલ અરવીંદભાઇ સોલંકીની દલીલો, આધારપુરાવા, સાક્ષીઓને ધ્યાને લઇ આરોપી વિરુધ ગુનો સાબિત થતા આજીવન કેદની સજા અને રોકડા રૂપિયા 25000નો દંડ ફટકાર્યો હતો.
મળતી માહિતી અનુસાર, પીથલપુર ગામે રહેતા આરોપી મનજીભાઇ ઉર્ફે ગોપાલ કુંચા નામના આધેડે તેના નજીકના સબંધીની સગીર વયની દિકરીને વાડીએ લઇ જઇ ધાકધમકી આપીને અવાર નવાર સગીરા પર દુષ્કર્મ આચરીને સગીરાને માતા બનાવી હતી. આ અંગેનો તે સમયે નોંધાયો હતો. મહુવાના સ્પેશ્યલ પોસ્કો જજ એમ.એસ.સંધીની અદાલતમાં આ અંગેનો કેસ ચાલી રહ્યો હતો. આરોપીઓ વિરુધ અદાલતે સરકારી વકીલની દલીલો, આધારપુરાવા વગેરે ધ્યાને લઇ ગુનો સાબિત થતા આરોપીને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા અને રોકડ રૂપિયા 25,000નો દંડ ફટકારેલ છે. તેમજ ભોગ બનનાર સગોરાને પણ વળતર માટે અદાલતે હુકમ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.