તમે બધાઈ દૂધીનું શાક તો ખાધું જ હશે પરંતુ આજે અમે તમારા માટે દુધીથી બનતી એક અનોખી વાનગી લઇને આવ્યા છીએ. જે ખાવામાં ટેસ્ટી અને ઝડપથી બની જાય તેવી છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય દુધી કોફતા કરી.
સામગ્રી:
250 ગ્રામ– દૂધી
3 નંગ– બટેટા
1 ચમચી– ગરમ મસાલો
2 કપ– ઘઉંનો જાડો લોટ
2-3 ચમચી– મલાઇ
1 કપ– ટામેટાની ગ્રેવી
1 કપ– ડુંગળીની ગ્રેવી
1 ચમચી– આદુ લસણની પેસ્ટ
1 ચમચી– મરચું
1/2 ચમચી– હળદર
1 ચમચી– પાણી પુરીનો મસાલો (કોરો)
સ્વાદાનુસાર– મીઠું
જરૂરિયાત મુજબ– તેલ
કોથમીર
દુધી કોફતા કરી બનાવવા માટે સૌ પ્રથમ દુધી અને બટેટાના ટુકડા કરી તેને બાફી લો. હવે બન્નેને છીણી લો. તેમા મીઠું, મરચું, હળદર, પાણી પુરીનો મસાલો, ગરમ મસાલો અને જરૂરિયાત મુજૂ ઘઉંનો લોટ ઉમેરો. હવે તેમાં મલાઇ ઉમરીને સરખી રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણને હાથમાં લઇને તેના ગોળા કરી લો. ત્યારબાદ તેને ગરમ તેલમાં તળી લો. ત્યારબાદ એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરી સાંતળી લો.
હવે તેમા ડુંગળીની ગ્રેવી ઉમેરી લો. ત્યારબાદ તેમા ટામેટાની ગ્રેવી ઉમેરો અને 2 મિનિટ બાદ તેમા મરચું, હળદર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ જયારે તેલ છુંટુ પડે એટલે ગેસ બંધ કરી લો. હવે ગ્રેવીમાં તૈયાર કોફતા ઉમેરી લો અને ગરમા ગરમ દુધી કોફતા સર્વ કરો. છેલ્લે તેને કોથમીર તેમજ મલાઇથી ગાર્નિશ કરી લો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.