મુંબઈ: મુંબઈમાં નવજાતનો જન્મ થયો તેની ખુશીમાં 1100 રૂપિયા, સાડી અને નારિયેળ નહીં આપી શકતાં 3 મહિનાની નવજાત બાળકીનું અપહરણ કરીને ખાડી નજીક કીચડવાળી જમીનમાં જીવતી દાટી દેવાની ઘટના સામે આવી છે. પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું હતું કે, નવજાતનું અપહરણ પછી કિન્નર અને તેના સાથીદરોએ નવજાત બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતુ. તેથી પોલીસે અપહરણ કિન્નર અને તેના સાથીદાર વિરુધ ગેન્ગરેપની કલમ પણ ઉમેરી છે.
સિનિયર પીઆઈ રાજકુમાર ડોંગરેએ જણાવ્યું હતું કે, પાણીમાં ડુબાડવાથી નવજાતનું મૃત્યુ થયું હતું અને તેના ગુપ્તાંગમાં ઈજાનાં નિશાન મળી આવ્યાં છે, જેને આધારે ગેન્ગરેપની કલમ ઉમેરવામાં આવી છે. નવજાતનાં પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, આરોપી કન્નુ દત્તા ઉર્ફે કન્હૈયા કિન્નર નથી, આથી તેનું પણ તબીબી પરીક્ષણ કરાશે, એમ તેમણે જણાવ્યું હતું.
મુંબઈના કફ પરેડની વિસ્તારમાં આંબેડકરનગરમાં વિઠ્ઠલવાડી ખાતે આ ઘટના બની હતી. આ વિસ્તારમાં રહેતા મધ્યમવર્ગીય ચિતકોટ પરિવારમાં એક બાળકીનો જન્મ થયો હતો. દંપતીને એક 6 વર્ષનો પુત્ર પણ છે, જે પછી ઘરમાં લક્ષ્મી જન્મી હતી. જેનું નામ આર્યા રાખ્યું હતું. જોતજોતાંમાં નવજાત બાળકી 3 મહિનાની થઈ ગઈ હતી. દીકરી જન્મવાથી કિન્નર કન્નુ દત્તા ચૌગુલે ઉર્ફે કન્હૈયા આ પરિવારના ઘરે બક્ષિસ લેવા 8 જુલાઈએ રાત્રે 9.30 વાગ્યે પહોંચી ગયો હતો.
પરિવાર પાસે એક નારિયેળ, એક સાડી અને 1100 રૂપિયા માગ્યા હતા. પરિવારની આર્થિક પરિસ્થિતિ કોરોનાને કારણે સારી નહીં. તેઓ બક્ષિસના રૂપમાં કશું જ કિન્નરને આપી શક્યા નહોતા. આનો રોષ મનમાં રાખી મધરાત્રે 2-3 વાગ્યે તે પોતાના જોડીદાર સોનુ કાળેને લાવ્યો હતો.
ઘરનો દરવાજો ખુલ્લો હોવાથી બંને કિન્નર છુપા પગલે ઘરમાં ઘૂસી ગયા અને નવજાત બાળકીને ઉઠાવી ગયા હતા. ત્યારબાદ નવજાત બાળકીને આંબેડકરનગરની પાછળના ભાગમાં આવેલી ખાડીના કિનારે કીચડમાં દાટી દીધી હતી. જયારે સવારે પરિવાર જાગ્યો ત્યારે નવજાત બાળકી ગુમ થયાની જાણ થઇ હતી. પરિવારે આ અંગે કફ પરેડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તરત તપાસનાં શરુ કરી હતી. પોલીસે કિન્નર અને તેના સાથીદારની ધડપકડ કરી હતી. તેમની પૂછપરછ કરતામાં હત્યાની કબૂલાત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.