સુરતમાં PCRએ એવો અકસ્માત સર્જ્યો કે, બેલેટ જેવી બુલેટ ત્રણ પલટી મારી ગઈ- જુઓ દિલધડક CCTV ફૂટેજ

સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં વધી રહેલી અકસ્માતની ઘટના દરમિયાન સુરતના અડાજણ વિસ્તારમાં વિસ્તારમાં પેટ્રોલિંગ માટે રાખવામાં આવેલી જીપનો ડ્રાઈવરે મોડી રાત્રે પાટા ઉપર ગાડી ચડી જતા…

સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં વધી રહેલી અકસ્માતની ઘટના દરમિયાન સુરતના અડાજણ વિસ્તારમાં વિસ્તારમાં પેટ્રોલિંગ માટે રાખવામાં આવેલી જીપનો ડ્રાઈવરે મોડી રાત્રે પાટા ઉપર ગાડી ચડી જતા ત્રણ પલટી મારતા બુલેટ ચાલકને અડફેટે લીધો હતો. જાણવા મળ્યું છે કે, બુલેટ ચાલકને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી.

જોકે, પીસીઆર વાનને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. જ્યારે બીજી બાજુ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સુત્રોની વાત માનીએ તો, ગાડીનો ડ્રાઈવર કે, જે outlawsનો કોન્ટ્રાક્ટ બેઝનો છે અને મોટા ભાગે દારૂના નશામાં હોવાની વિગતો પણ સામે આવી રહી છે.

હાલમાં સુરતમાં મોટા પ્રમાણમાં અકસ્માતો થતા હોય છે. આ દરમિયાન, ગઈકાલે રાત્રે એક એવો અકસ્માત થયો જેને વર્ષો પહેલા સલમાન ખાનની અકસ્માતની યાદ કરાવી હતી. મળતી મહીત મુજબ, અકસ્માત કોઈ ખાનગી વ્યક્તિ અને સામે પોલીસની પીસીઆર બેકાબૂ બની હતી. ફૂટપાથ પર ચડી ગયા બાદ ત્રણ પલટી મારી ગઈ હતી. જોકે, બુલેટ ચાલક અડફેટે આવી જતા બુલેટને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું. ઉપરાંત બુલેટ ચાલકને પણ ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મળતી મહીતીત મુજબ, આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો વાન ચલાવનાર વ્યક્તિ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ માણસ હોવાનું સામે આવ્યું હતું. મોટાભાગે રાત્રિના સમયે દારૂના ચિક્કાર નશામાં હોવાની સતત ફરિયાદો પોલીસ વિભાગને લાંબા સમયથી મળી રહી હતી.

આ દરમિયાન, અકસ્માતને લઈને પોલીસ દ્વારા ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ, જે પ્રકારે ડ્રાઇવર બેફામ ગતિએ ચલાવતો હતો અને સુત્રોની વાત માનીએ તો, દારૂના નશામાં ચકચૂર કર્મચારીને બચાવવા માટે હવે અડાજણ પોલીસ મેદાને ઉતરી છે. ત્યારે દારૂ પીધેલા લોકોને પકડનારી પોલીસ જ પોતે દારૂના નશામાં પેટ્રોલીંગ કરતા હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે.

પોલીસ કરતાં વધુ દાદાગીરી કરી લોકો સાથે જીભાજોડી કરતા હોવાની પણ ફરિયાદો સામે આવી રહી છે. આ દરમિયાન, હવે તે જોવું રહ્યું કે, આ મામલે સુરતના જાબાજ અને કડક અધિકારીની છાપ ધરાવતા અજયકુમાર દ્વારા આ કર્મચારી પર કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *