શું તમે એલ્યુમિનિયમ ફોઈલમાં જમવાનું પેક કરો છો? તો થઈ શકે છે આ ગંભીર બીમારીઓ

લોકોએ ઓફિસે જવાનું હોય કે પછી બાળકો નું ટિફિન બોક્સ તૈયાર કરવાનું હોય તો મોટા ભાગના લોકો એલ્યુમિનિયમ ફોઇલ માં જમવાનું પેક કરવાનું વધારે પસંદ કરે છે. જેના કારણે જમવાનું તાજું અને લાંબો સમય સુધી ગરમ રહે છે. પરંતુ શું તમે જાણો છો કે એલ્યુમિનિયમ ફોઇલ ને લીધે તમારો ખોરાક તમને કેટલું નુકસાન કરે છે? તો ચાલો આપણે જાણીએ.

એલ્યુમિનિયમ ફોઇલ ના નુકસાનને લઇને ઘણી શોધખોળ કરી ચૂકેલ છે. હાલમાં ન્યુટ્રીશન અને એકસરસાઈઝ સાયન્સ એક્સપર્ટ ઋજુતા દિવેકર એ પોતાની ફેસબુક વોલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેઓએ એલ્યુમિનિયમ ફોઈલમાં ખોરાક પેક કરવાથી થતા નુકસાન વિશે જણાવ્યું હતું.

તેમના જણાવ્યા અનુસાર ભોજન એલ્યુમિનિયમ ફૉઇલ અથવા પ્લાસ્ટિક લંચ બોક્સમાં પેક કરવાને બદલે કાચના વાસણમાં પેક કરવું વધારે યોગ્ય રહેશે તેનાથી ખોરાકના પોષક તત્વો નાશ પામતા નથી. તેમનું કહેવું છે કે પાણી પણ કાચ, માટી અથવા કાસા ની બોટલમાં પીવું જોઈએ.

ખોરાક પેક કરવા માટે એલ્યુમિનિયમ ફોઈલ ના સંપર્ક માં આવે છે તો તેની તાસીર બદલી જાય છે. તેમાં એલ્યુમિનિયમના તત્વ આવવા લાગે છે જેના કારણે પણ ગુણવત્તા પ્રભાવિત થાય છે. ઉતાવળમાં ઘણીવાર આપણે ગરમ ખોરાક એલ્યુમિનિયમ અથવા પ્લાસ્ટિક પેપર માં ચેક કરીએ છીએ પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.

તેનાથી તેમાં રહેલ કેમિકલ ખોરાકમાં ભળી જાય છે. પ્લાસ્ટિક માં જીનો એસ્ટ્રોન નામ ખતરનાક કેમિકલ્સ હોય છે. જ્યારે આપણે ગરમ ખોરાક વાસણમાં પેક કરીએ છીએ તેના લીધે શરીરમાં હોર્મોનનું અસંતુલન પેદા થાય છે. જે નાના બાળકોના વિકાસ ને પણ પ્રભાવિત કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *