સુરત(ગુજરાત): રાજ્યમાંથી અવાર-નવાર દુષ્કર્મ અને શારીરિક છેડતીની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. હવસખોરો નાની-નાની બકીઓનેપણ હવસનો શિકાર બનાવતા હોય છે. આ દરમિયાન સુરતમાંથી એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં અઠવાલાઇન્સ વિસ્તારમાં સોની ફળિયા ખાતે રહેતા ત્રણ સંતાનોના પિતાએ સાત વર્ષીય બાળકી પર નજર બગાડી અને તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી. ત્યારબાદ બાળકીએ સમગ્ર ઘટના પોતાની માતાને જણાવતા, પરિવાર તથા સ્થાનિકો દ્વારા નરાધામને બરાબરનો મેથીપાક ચખાડી પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, સુરતના સોની ફળિયા ખાતે રહેતા અને ત્રણ સંતાનોના પિતા એવા 50 વર્ષીય આધેડની પડોશમાં રહેતી એક 7 વર્ષીય બાળકી રમતી હતી. આ દરમિયાન, તે રમતા રમતા બોલ લેવા આધેડના ઘરે પહોંચી ગઈ હતી, ત્યારે આધેડે બાળકી ઉપર નજર બગાડી તેની સાથે શારીરિક છેડતી કરી હતી.
આ દરમિયાન, બાળકી આધેડના ચુંગાલમાંથી ભાગીને પોતાના ઘરે પહોંચી સમગ્ર ઘટના પોતાની માતાને જણાવી હતી. જેને લઇને માતાએ સોસાયટીના પ્રમુખ અને બિલ્ડીંગના રહેવાસીને આ અંગે વાત કરી હતી. જેથી તમામ લોકો એકત્ર થયા હતા અને 50 વર્ષિય આધેડને બરાબરનો મેથીપાક ચખાડી પોલીસને હવાલે કરી દેવામાં હતો.
મળતી માહિતી મુજબ, આરોપી અંત્રોલ આપવાનું કામ કરતો હતો અને હાલમાં બેકાર છે. તે પોતે ત્રણ બાળકોનો પિતા હોવા છતા આ પ્રકારની હરકતો કરતા સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો હતો. બાળકીની માતાએ આ મામલે અઠવા લાઇન્સ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.