‘108 ત્રીજા દિવસે આવી, સમયસર સારવાર મળી હોત તો આજે દાદા જીવતા હોત’- જાણો મૃતકના પૌત્રની આપવીતી

હાલમાં કોરોના મહામારીમાં સમયસર સારવાર નહિ મળવાના કારણે તરફડિયા મારીને ઘણાં લોકોનાં મોત થઈ રહ્યા છે. આ દરમિયાન શહેરના નરોડા ખાતે રહેતાં 85 વર્ષીય વૃદ્ધનું…

હાલમાં કોરોના મહામારીમાં સમયસર સારવાર નહિ મળવાના કારણે તરફડિયા મારીને ઘણાં લોકોનાં મોત થઈ રહ્યા છે. આ દરમિયાન શહેરના નરોડા ખાતે રહેતાં 85 વર્ષીય વૃદ્ધનું મંગળવારે બપોરે સારવારના અભાવે સિવિલ હોસ્પિટલ ખાતે મોત થયું છે. મૃતકના પરિવારનું કહેવું છે કે, સમયસર 108 એમ્બ્યુલન્સ આવી ન હતી.

તેમણે જણાવ્યું કે, રવિવારે સાંજે પાંચ વાગ્યા આસપાસ 108ને કોલ કરવામાં આવ્યો હતો. જોકે ત્રીજા દિવસે મંગળવારે સવારે નવ વાગ્યા આસપાસ 108 આવી હતી, એ પછી દોઢ કલાક વેઈટિંગમાં ઊભા રહેવું પડયું હતું. એટલું જ નહિ પરંતુ દાખલ કર્યાના દોઢ બે કલાક એટલે કે આજે બપોરે 12:30થી 12:45ના અરસામાં મોત થયું હતું. પરિવારનું કહેવું છે કે, જો સમયસર સારવાર મળી હોત તો અમારા સ્વજન આજે જીવતા હોત.

મૃતકના પૌત્ર સંદીપ સાધુએ જણાવ્યું હતું કે, મારા દાદાને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી, ખાનગી લેબોરેટરીમાં કોવિડનો ટેસ્ટ કરાવ્યો હતો. આ રિપોર્ટ પોઝિટિવ આવ્યાના સમાચાર મળ્યા હતા એટલે તાત્કાલિક જ રવિવારે સાંજે પાંચ વાગ્યે 108ને કોલ કર્યો હતો. 108ના ઠેકાણાં ન લાગતાં ઘરમાં જ સારવાર શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન ત્રીજા દિવસે મંગળવારે સવારે છ વાગ્યે 108નો વળતો કોલ આવ્યો હતો કે, તમારે 108ની જરૂર છે?

પરિવારે હા પાડતાં ત્રણ કલાક પછી એટલે કે મંગળવારે સવારે 9 વાગ્યે 108 આવી હતી. બીજે ક્યાંય બેડ ખાલી નહોતા એટલે 1200 બેડ લાવવામાં આવ્યા હતા. સોમવારે ઘરે ઓક્સિજન લેવલ 80 હતું. જોકે હોસ્પિટલમાં 55 થઈ ગયું હતું અને સારવારના દોઢેક કલાક બાદ મોત થયું હતું. પરિવારજને કહ્યું કે, સમયસર સારવાર ન મળતાં તબીયત વધુ બગડી હતી, જો સમયસર સારવાર મળી હોત તો દાદાના બચી જવાના ચાન્સ હતા.

કોરોનાના કારણે ગંભીર સ્થિતિમાં રહેલા આવા તો અનેક દર્દીઓ સમયસર એમ્બ્યુલન્સની સેવા ન મળી શકવાના કારણે તરફડીયા મારીને મૃત્યુ પામ્યાના કિસ્સા સામે આવ્યા છે. મૃતકના સગાએ કહ્યું હતું કે, 1200 બેડની ઓપીડીમાં બપોરે બે કલાકના અરસામાં જ ચાર લોકોનાં મોત થયાં હતા. આ ઉપરાંત મૃતકના સગાએ આ દ્રશ્યો નજરે નિહાળ્યા હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે, એવું નથી કે, વૃદ્ધોના જ મોત થઈ રહ્યા છે, જુવાન લોકો પણ મોતને ભેટી રહ્યા છે. કોરોના મહામારીમાં આ બધું શું થઈ રહ્યું છે તે જ ખબર પડતી નથી, યુવાન લોકોના પણ અચાનક મોત થઈ રહ્યા છે.

કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીઓનાં સતત મોત થઈ રહ્યા છે. મૃતક જમનાદાસના પરિવારે નરોડા સ્મશાન ગૃહે ડેડબોડી અંતિમ ક્રિયા માટે લઈ જવાનો આગ્રહ કર્યો હતો. જોકે નરોડા સ્મશાન ગૃહમાં બીજા દિવસે એટલે કે, 28મી એપ્રિલના બુધવારે સવારે નંબર લાગશે તેટલું વેઈટિંગ હોવાનું જણાવાયું હતું. આમ હવે તો સ્મશાનમાં વેઈટિંગ લાંબુ થતું જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *