રાજકોટ(ગુજરાત): પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝગડા તો થતા જ રહે છે. પરંતુ, ક્યારેક આ ઝગડો હત્યા કે આત્મહત્યા સુધી પહોચી જતો હોય છે. આ દરમિયાન, રાજકોટ શહેરમાં વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પરણિત પુરુષે શહેરના મવડીથી કણકોટ તરફ જવાના રસ્તા પર નવા બનતા ટાંકામાં દોરડું બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. આ દરમિયાન, સમગ્ર મામલે તાલુકા પોલીસ દ્વારા એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, પરણીત પુરુષ પત્ની સાથે ઝઘડો કર્યા બાદ ગળાફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોના તેમજ આડોશ પાડોશના લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં આત્મહત્યાના તેમજ આત્મહત્યાના પ્રયાસના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, મૃતક પંકજ ભૈયાજીના પાંચ મહિના પહેલા જ પ્રિયંકા દેવી સાથે લગ્ન થયા હતા. શુક્રવારના રોજ સાંજે પત્ની સાથે વાતચીતમાં ઝઘડો થતાં પંકજ બાઇક લઇને કણકોટ તરફ નીકળી પડ્યો હતો. ત્યારબાદ કણકોટ નજીક પાણીના ટાકા પાસે તેને આત્મઘાતી પગલું ભરી લીધાનું સામે આવ્યું હતું.
સમગ્ર મામલે પંકજનો પરિવાર પંકજને શોધવા માટે નીકળ્યો હતો. ત્યારબાદ, શનિવારના રોજ સવારે સ્થાનિક વ્યક્તિએ 108 અને પોલીસને કોઈએ ગળાફાંસો ખાઇ લીધાની જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા જ તાત્કાલિક અસરથી 108 અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. 108ની ટીમ દ્વારા વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તાલુકા પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી લાશને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.