ATM લુંટવા પહોચ્યાં અમદાવાદી યુવાનો, પરંતુ થયું એવું કે સીધા જેલ ભેગા થયા

અમદાવાદ(ગુજરાત): ક્રાઈમ બ્રાન્ચે અમરાઇવાડી વિસ્તારમાં આવેલા નાગરવેલ હનુમાન પાસે SBI બેકના ATMમાં ચોરી કરવાનો પ્રયાસ કરનારા 2 સગા ભાઈઓની ધરપકડ કરી છે. પોલીસે તેઓની પાસેથી બાટલો અને ગેસકટર જપ્ત કર્યો છે. ક્રાઈમબ્રાન્ચના અધિકારીઓને માહિતી મળી હતી કે, ATMમાં ઘુસીને ચોરીનો પ્રયાસ કરનાર બંને આરોપીઓ દાણીલીમડા પાસે ઉભા છે. તેના આધારે પોલીસે દરોડો પાડી બંનેની ધડપકડ કરી હતી.

એક અઠવાડિયા પહેલા અમરાઇવાડીના નાગરવેલ હનુમાન પાસે આવેલા SBIના એટીએમ મશીનને તોડી ચોરી કરવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો. અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધાયો હતો. ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફુટેજની તપાસ હાથ ધરી હતી.

સૂત્રના જણાવ્યા અનુસાર, દાણીલીમડા પાસેથી ઈરફાનઅલી અખ્તરઅલી સૈયદ અને ઉસ્માનઅલી અખ્તરઅલી સૈયદને ધડપકડ કરવામાં આવી હતી. બંને પાસેથી ઓક્સિજન બાટલા અને ગેસકટર જપ્ત કર્યા હતા. સવારે બંને ભાઈ એક્ટિવા લઈ ચોરી કરવાના પ્લાનથી નીકળ્યા હતા. નાગરવેલ પાસે સિક્યુરિટી વગરનું ATM હોવાથી તેમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચોરી કરવામાં અસમર્થ રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *