રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ: ઠેરઠેર લાગ્યા “હાય રે ભાજપ.. હાય હાય” ના નારા

સમગ્ર દેશમાં આજરોજ પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો થતા વિપક્ષ કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતના સુરત વડોદરા સહિત અનેક શહેરોમાં…

સમગ્ર દેશમાં આજરોજ પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો થતા વિપક્ષ કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતના સુરત વડોદરા સહિત અનેક શહેરોમાં કોગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન સમયે પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે કોંગ્રેસના અગ્રણી નેતા ભરતસિંહ સોલંકી, શહેર કોગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ સહિત 20 અગ્રણીઓ અને કાર્યકરોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. “ભાજપ હમશે ડરતી હે, પોલીસ કો આગે કરતી હે”, “હાય રે ભાજપ.. હાય હાય” ના નારા લાગ્યા હતા.

બીજી તરફ, સુરતના અઠવાગેટ ચોપાટી ખાતે કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવમાં થયેલા તોતિંગ વધારા નો વિરોધ કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો સમય પહેલા કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસના બેનરો અને ઝંડા લગાડ્યા હતાં. કોંગ્રેસ દ્વારા નક્કી કરેલા સમયે ઉપર કાર્યક્રમ સ્થળ ઉપર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચે તે પહેલાં જ પોલીસ ત્રાટકી હતી. સાથે જ વિરોધ કરનારાની અટકાત કરવામાં આવી હતી.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારા અંગેના વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ પોલીસે કાર્યક્રમને નિષ્ફળ કરી નાખ્યો હતો. પોલીસ દ્વારા છુટા છવાયા ઉભા રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. જે કાર્યકર્તાઓ હજી તો કાર્યક્રમ સ્થળ પર પહોંચે તે પહેલાં જ તેમને ડિટેઈન કરી લેવાયા હતાં. જે કાર્યક્રમ સ્થળ હતું ત્યાં આગળ કોંગ્રેસના સિમ્બોલ પણ હટાવી દેવામાં આવ્યા હતાં. તમામ ડિટેઇન કરેલા કાર્યકર્તાઓને ઉમરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા.

સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાએ જણાવ્યું કે, પોલીસ સરકારના ઇશારે કામ કરી રહી છે. લોકશાહીમાં રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની સામે કોઈ વિરોધ હોય તો લોકશાહી ઢબે તેને પ્રદર્શિત કરવાનો સૌ કોઈને હક છે. પરંતુ આ તાનાશાહી સરકારે રાજકીય પક્ષો તો ઠીક લોકોના વિરોધ કરવાના હકને પણ છીનવી લીધો છે.

કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાએ વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર પાસે પેટ્રોલ અને ડીઝલના ભાવને અંકુશમાં રાખવા માટે કોઈ નીતિ નથી. કેન્દ્ર સરકાર જાણે પેટ્રોલ-ડીઝલના ભાવને લિટરે રૂપિયા ઉપર પહોંચાડવાના મનસુબા સાથે આગળ વધી રહી છે આ સૂટ બૂટ ની સરકાર ને ગરીબ અને મધ્યમ પરિવારની કોઈ ચિંતા નથી.

અત્રે ઉલેખનીય છે કે, દેશના કેટલાક શહેરોમાં તો પેટ્રોલના ભાવ પ્રતિ લિટરે રૂપિયા 100ને વટાવી ગયો છે. સાથોસાથ ડીઝલના ભાવ પણ રોજ નવા ઊંચાસ્તરે પહોંચી રહ્યા છે. ઇંધણના વધતા ભાવના કારણે દેશમાં મોંઘવારી પણ અત્યંત ઝડપથી વધી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *