રાજકોટ(ગુજરાત): રાજકોટ શહેરની ભાગોળે મોટામવામાં એક આંગડિયા પેઢીના કર્મચારીને ધમકાવી 30 લાખ રૂપિયાની રોકડ ભરેલી થેલીની લૂંટની ઘટના બની હતી. પોલીસે આગવીઢબે પૂછપરછ કરતાં કર્મચારીએ જ લૂંટ કરીને તેના પિતરાઇને રોકડ ભરેલો થેલો મોકલાવી દીધો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ રોકડ જપ્ત કરવા માટે નવાગામ કારખાને પહોંચી તો લૂંટના નાટકમાં ભૂમિકા ભજવનાર વ્યક્તિએ પોલીસને જોતા જ એસિડ પી લીધું હતું. તે યુવકની હાલત ગંભીર થઇ જતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો.
મંગળવારે બપોરે 150 ફૂટ રિંગ રોડ પરના બાલાજી ચોકમાં આવેલી એસ.જી.આંગડિયા પેઢીનો કર્મચારી સંજય પેઢીના બેંક ખાતામાંથી પૈસા લેવા માટે ગયો હતો અને તેને બેંકમાંથી 30 લાખ રૂપિયા ઉપાડી તે રકમ થેલામાં રાખી આંગડિયા પેઢી તરફ જઈ રહ્યો હતો. બપોરના 3 વાગ્યે સંજયે પેઢીના માલિકને ફોન કરીને જણાવ્યું હતું કે, પોતે મોટામવા વિસ્તારમાં પહોંચ્યો હતો ત્યારે ડબલસવારીમાં આવેલા બંને વ્યક્તિએ ઝઘડો કરી ધમકાવીને 30 લાખ રૂપિયાની રોકડ ભરેલો થેલી લઈને ભાગી ગયા હતા.
કર્મચારીના જણાવ્યા પછી આંગડિયા પેઢીના માલિકે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.વી.ધોળા ને જાણ કરી હતી. તેથી પીઆઈ સહિતની ટીમ દોડી થઇ હતી. પોલીસે આંગડિયા કર્મચારી સંજયની ઊલટ પૂછપરછ કરતાં તે ગભરાય ગયો હતો, ત્યારબાદ સંજયે કબૂલાત કરી હતી કે, બેંકમાંથી આંગડિયા પેઢીના નાણાં ઉપાડ્યા પછી તેની દાનત બગડી હતી અને નવાગામમાં શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીઝ નામે ફેક્ટરી ધરાવતા તેના પિતરાઇ વિમલને પૈસા ભરેલો થેલો લઇ જવાનું કહ્યું હતું. વિમલે તેના જ કારખાનામાં ભઠ્ઠી ચલાવતા નવાગામ મામાવાડીમાં રહેતા કેતન ભવાન સદાદિયાને રોકડ ભરેલો થેલો લઇ આવવા જણાવ્યું હતું, કેતન મોટામવા પહોંચ્યો હતો અને 30 લાખ રૂપિયાની રોકડ ભરેલો થેલો લઇ નવાગામ ફેક્ટરીએ પહોંચી ગયો હતો.
લૂંટની ઘટના બની જ નહીં હોવાનું અને સંજયે પૈસા નવાગામ મોકલી દીધા હોવાનું સામે આવતા તાલુકા પોલીસની ટીમ નવાગામ શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીઝે પહોંચી હતી. પોલીસને જોતાં જ કેતન સદાદિયાએ ફેક્ટરીમાં પડેલા કેરબામાંથી એસિડ પી લીધું હતું. એસિડ પી લીધા પછી તે ભાગવા લાગ્યો ત્યારે તે પટકાયો હતો. એસિડ પીનાર કેતનને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. ડોક્ટરોએ જણાવ્યા અનુસાર, તેની હાલત હજુ ગંભીર હોવાનું સામે આવ્યું હતું.
લૂંટની ઘટનાની ખોટી સ્ટોરી ઊભી કરનાર સંજય વિરુદ્ધ ગુનો નોંધવાની પોલીસે તેની ધડપકડની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આંગડિયા કર્મચારી પાસેથી કેતન સદાદિયા 30 લાખ રૂપિયાની રોકડ ભરેલો થેલો લઇને નવાગામ જવા નીકળ્યો હતો. પોલીસને જોતા જ કેતને એસિડ પી લીધું હતું, કેતને થેલામાંથી 5 લાખ રૂપિયાની રકમ સગેવગે કરી નાખ્યાની શંકા જોવા મળી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.