સુરતીઓ જોજો ધક્કો મોંઘો ન પડે! 1 વર્ષ સુધી શહેરના આ 6 રસ્તાઓ રહેશે સંપૂર્ણ બંધ

સુરત(Surat): શહેરમાં લોકો હવે જલ્દીથી મેટ્રો(Metro)નો લાભ ઉઠાવી શકશે. કારણ કે, હવે શહેરમાં 6 જેટલા મેટ્રો સ્ટેશન(Metro station) બનાવામાં આવશે. અમે તમને જણાવી દઈએ કે,…

સુરત(Surat): શહેરમાં લોકો હવે જલ્દીથી મેટ્રો(Metro)નો લાભ ઉઠાવી શકશે. કારણ કે, હવે શહેરમાં 6 જેટલા મેટ્રો સ્ટેશન(Metro station) બનાવામાં આવશે. અમે તમને જણાવી દઈએ કે, કુલ 6 જેટલા મેટ્રો સ્ટેશન બનાવવામાં આવશે. જે બધા જ મેટ્રો સ્ટેશનો અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન(Underground station) રહેશે. ત્યારે આ મેટ્રોનું કામ શરૂ થવાને કારણે ઘણા બધા રોડ રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે. જેને કારણે લોકોને ખુબ જ મુશ્કેલી પડી શકે છે.

શહેરના રસ્તાઓ મિત્રોની કામગીરીને કારણે બંધ થતા લાખો લોકોને થશે અસર:
અમે તમને જણાવી દઈએ કે, સુરતમાં લંબે હનુમાન, ચોકબજાર, અને સેન્ટ્રલ વેર હાઉસ ખાતે મિત્રોની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરી તંત્ર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે કે, આગામી એક વર્ષ સુધી આ તમામ રસ્તાઓને બંધ રાખવામાં આવશે. જેથી આ રસ્તાઓ હવે બંધ થવાને કારણ લાખો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

હાલમાં મેટ્રો ટ્રેનનું બાંધકામ પણ ખુબ જ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. પ્રશાસન દ્વારા વર્ષ 2024ના અંત સુધીમાં મેટ્રો ટ્રેનને શરૂ કરી દેવામાં આવશે. જેના કારણે શહેરીજનોને ખુબ જ મોટી રાહત મળી રહેશે. શહેરમાં કુલ 6 જેટલા મેટ્રો સ્ટેશન બનાવામાં આવશે અને જે સ્ટેશનોને અંડર ગ્રાઉન્ડ રાખવામાં આવશે. મેટ્રો સ્ટેશનના કામને કારણે અનેક માર્ગો પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

નીચે જણાવેલ માર્ગો 1 વર્ષ સુધી રહેશે બંધ:
LH રોડ સ્ટેશન: રેલવે સ્ટેશન જય વિજય રેસ્ટોરેન્ટથી LH પોલીસ ચોકી સુધી, મસ્કતિ હોસ્પિ. સ્ટેશન : રાજમાર્ગ ઉપર મસ્કતિથી મહિધરપુરા પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ, ચોકબજાર સ્ટેશન : ક્રાઇમ બ્રાંચથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગાંધીબાગ સર્કલ સુધીનો રસ્તો, વેરહાઉસ UG સ્ટેશન : LH રોડ પર જે.બી. ડાયમંડ સર્કલથી વસંત ભીખાની વાડી સુધીનો રસ્તો, લાભેશ્વર UG સ્ટેશન: ખેતલા આપા ટી સ્ટોલ પાસે માતાવાડી સર્કલથી લાભેશ્વર પોલીસ ચોકી, કાપોદ્રા UG સ્ટેશન : કલાકુંજ રોડ ફિનિક્ષ સર્કલથી ઝડફિયા સર્કલ સુધીના રસ્તાઓ બંધ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *