રાજકોટ(ગુજરાત): તાજેતરમાં ગુજરાતમાંથી એક પ્રેરણાત્મક કિસ્સો સામે આવ્યો છે. જેમાં જિલ્લાના ધોરાજી ખાતે રહેતા અને વ્યવસાયે સ્ટેશનરીની દુકાન ધરાવતા જયદેવસિંહ ગોહિલના પુત્ર હર્ષરાજસિંહ ગોહિલે સતત છ મહિના મહેનત કરીને પોતાના 110 કિલોગ્રામ વજનમાંથી 77 કિલોગ્રામ વજન કરી દીધું છે. એટલે કે, આ યુવકે 33 કિલો વજન ઘટાડી દીધું છે. આ વજન ઘટાડવાની સાથે-સાથે તેમનું મનોબળ પણ વધ્યું છે, જેના થકી યુવાને સતત 27 મિનિટ સુધી 3200 દોરડા કૂદી ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડની અંદર પોતાનું નામ નોંધાવી પોતાના કૌશલ્યથી પ્રમાણપત્ર અને મેડલ પણ પ્રાપ્ત કાર્ય છે.
ભારતના રાષ્ટ્રીય શાયર-કવિ એવા ઝવેરચંદ મેઘાણીની એક પંક્તિ છે કે, ‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ એવી જ રીતે આ 22 વર્ષના વિદ્યાર્થીએ મનમાં વેઇટલોસ કરવા નક્કી કરી લીધું હતું. લોકડાઉનના સમયગાળા દરમિયાન, લોકોને જ્યારે વજન વધવાની ફરિયાદ હતી ત્યારે આ વિદ્યાર્થીએ છ મહિનાની અંદર જ પોતાનું 33 કિલો વજન ઘટાડી દીધો હતો. આ સાથે જ તેમના વજન વધવાને કારણે દોરડા કૂદવા માટે પણ મહેનત ચાલુ કરી અને આજે આ મહેનતને કારણે તેમને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ તરફથી પ્રમાણપત્ર અને મેડલ પણ પ્રાપ્ત થયાં છે.
વધુમાં આ અંગે યુવાન હર્ષરાજસિંહે જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન ઘણા બધા લોકોને વજન વધવાની સમસ્યાઓ સામે આવી રહી છે. આ દરમિયાન મેં સતત કસરત કરી 6 મહિનામાં 33 કિલોગ્રામ વજન ઘટાડ્યું છે. તેણે એક વર્ષથી આ વજન જાળવી રાખ્યું છે. વજન ઓછું થતાં દોરડા કૂદવાની શરૂઆત કરવામાં આવી, જે શરૂઆતના સમયે 2 મિનિટ કૂદી શકાતા હતા. પરંતુ, રોજબરોજ પ્રેક્ટિસ કરતાં આજે સતત 27 મિનિટમાં 3200 દોરડા કૂદી રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. આ માટે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ દ્વારા સર્ટિફિકેટ અને મેડલ એનાયત કરવામાં આવ્યાં છે. જાણવા મળ્યું છે કે, કોઇપણ દવા કે સર્જરી વગર આ યુવાને પોતાનું વજન ઘટાડી સમાજને એક અલગ જ પ્રેરણા પૂરી પાડી છે.
હર્ષરાજસિંહની આવી સખત મહેનત અને પરિશ્રમને કારણે આજે તેમનાં માતા-પિતા અને સમગ્ર પરિવાર તેમજ સમાજ પણ તેની મહેનત અને મળેલા સન્માન પ્રત્યે ખૂબ ગૌરવ અનુભવી રહ્યાં છે. આ તકે તેમના પિતા જયદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મારા પુત્રએ જે રીતે સતત મહેનત અને પરિશ્રમ કરીને આજે આવું પરિણામ મેળવ્યું છે એ માટે ગૌરવની લાગણી વ્યક્ત કરીએ છીએ.
વધુમાં જયદેવસિંહે જણાવ્યું હતું કે, કોરોનાની પહેલી લહેરના લોકડાઉનમાં મારા પુત્રનું વજન 110 કિલો હતું, આથી તેણે મનમાં નક્કી કર્યું કે ગમે તેમ કરીને વજન ઘટાડવો છે. ત્યારબાદ સતત 6 મહિના સુધી સખત કસરત કરીને ઘરે ખોરાકમાં કાળજી રાખી હતી. જેને કારણે 6 મહિનામાં જ તેનું 33 કિલો વજન ઘટી ગયું હતું. હાલ તેનું વજન 77 કિલો છે. તેણે અડગ મનથી વેઇટલોસનું કરવાનું નક્કી કર્યું હતું અને તે તેણે સિદ્ધ કરી બતાવ્યું છે.
જાણવા મળ્યું છે કે, હર્ષરાજસિંહ ગોહિલની આવી સતત મહેનત અને પરિશ્રમને કારણે આજે તેમને પોતાનું વજન પણ ઘટાડ્યું છે અને સાથે-સાથે શરીરની અંદર સ્ફૂર્તિ આવતાં દોરડા કૂદમાં ભાગ લઇને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી પોતાનું, પોતાના પરિવાર શહેર અને સમાજનું તેમજ દેશનું નામ રોશન કરી, સમાજને એક પ્રેરણા પૂરી પાડી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.