પાણીની બોટલ : મોટાભાગની હોટલમાં મહેમાનોને કોમ્પ્લીમેન્ટરી સર્વિસ તરીકે ઓછામાં ઓછી બે બોટલ પાણી મફત મા ઓફર કરવામાં આવે છે. જોકે મીનીબાર થી લેવામાં આવેલા પાણીના પૈસા ચૂકવવા પડે છે. મહેમાનો માટે હોટલના રૂમમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલી પાણીની બોટલ ફ્રી હોય છે તેને તમે ઘરે લઈ જઈ શકો છો.
ચા/કોફી કિટ્સ : મોટાભાગના હોટલ રૂમ માં ઇલેક્ટ્રિક કેટલ સાથે ચા/કોફીની કિટ્સ હોય છે. તેમાં ટી બેગસ,કોફી શેસે, મિલ્ક પાવડર અને સુંગર હશે. જો તમને તેના પર લાગતા ચાર્જ વિશે અલગથી જણાવવામાં ન આવે તો તમે તેને ઘરે લઈ જશો.
ટોયલેટ નો સામાન : ઇયર બડ્સ, કોટન પેડસ, સેવિંગ પ્રોડક્ટ, સાબુ, શેમ્પુ, બોડી લોશન, કન્ડિશનર, સાવર કેપ્સ, બાથરૂમ સ્લીપર્સ પણ હોટલ રૂમમાંથી ઘરે લઈ જઈ શકો છો.
હોટલના રૃમમાંથી કોઈ ગેસ્ટ ટુવાલ, સોપ હોલ્ડર, અરીસાસો વગેરે લઈ જઈ શકશો નહીં.કેબલ બોક્સ,એલાર્મ કલોક, ટીવી રીમોટ કન્ટ્રોલ, આર્યન, ચાની કીટલી,ઇલેક્ટ્રોનિક ડીવાઈસ ઘરે લઈ જવાની મંજૂરી નથી.
જો કોઈ હોટલના રૂમમાંથી કોઈપણ વસ્તુ ચોરી કરતા પકડાય જાઓ છો તો સામાન્ય રીતે તેની પાસેથી આ વસ્તુઓનો ચાર્જ લેવામાં આવે છે. એટલા માટે હોટલોએ કેટલીક વસ્તુઓ પર પ્રાઇસ ટેગ પણ લગાવે છે. આવી સ્થિતિમાં જો આ વસ્તુઓ તમારા રૂમમાંથી ગાયબ થઈ જાય તો તમારે તેની કિંમત ચૂકવવી પડશે. આ સિવાય હોટેલ પણ તમને બ્લેક લિસ્ટ કરી શકે છે.બ્લેક લિસ્ટ થયા પછી તમે ભવિષ્યમાં હોટલની કોઈપણ બ્રાંચમાં ફરી નહીં રહી શકો. હોટલ અધિકારીઓને પણ તમારી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાનો હક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.