હાલ રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ ધમધોકાર ચાલી રહી છે. દરેક પાર્ટીઓ પોતાનો પક્ષ મજબૂત કરવા છતાં પ્રયાસો કરી રહી છે. તે વચ્ચે ધીરુ ગજેરા અને કોંગી પ્રમુખ સહિત કેટલાય મંત્રીઓ કોંગ્રેસના સુપડા સાફ કરીને ભાજપમાં જોડાઈ ગયા છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ધીરુ ગજેરાએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે આજરોજ સુરત ભાજપ કાર્યાલય ખાતે જ ધીરુ ગજેરાએ ભાજપની દોર સંભાળી છે. 2007માં ધીરુભાઈ ભારતીય જનતા પાર્ટી થી વિખુટા થયા હતા અને હાલ ફરી એકવાર તેઓ ભાજપ સાથે જોડાયા છે. આજરોજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ધીરુ ગજેરાને કેસરીયો ખેસ પહેર્યો હતો.
મળતી માહિતી અનુસાર ધીરુ ગજેરા સાથે સાથે કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રતાપ દરબારે પણ ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે. આ સાથે સાથે સુરત કોંગ્રેસ મહામંત્રી રાયસંગ મોરી સુરત કોંગ્રેસના મહિલા ઉપપ્રમુખ અમ્રિતા અગ્રવાલ અને કોંગ્રેસના મંત્રી જમણ ઠેસિયા એ પણ સી આર પાટીલ ની અધ્યક્ષતા માં ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે.
ધીરુભાઇ ગજેરા એ ફરી એકવાર ભાજપમાં જોડાયા પછી જણાવતા કહ્યું હતું કે વર્ષ ૨૦૦૭માં અમે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે બાથ ભીડી હતી પરંતુ અમે તેમાં નિષ્ફળ રહ્યા હતા. સાથે-સાથે ધીરુભાઈએ જણાવતા કહ્યું છે કે અમને ૩૦ જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસની ટિકિટ આપી હતી અને તેમાંથી એક જ ધારાસભ્ય ચૂંટાયો હતો બાકીના બધા જ ધારાસભ્યો હારી ગયા હતા થોડી થોડી વારે બધા જ પાર્ટી માં જોડાવા લાગ્યા હતા.
ધીરુ ગજેરા એ અગાઉ પણ ભારતીય જનતા પાર્ટી માં જોડાવા જણાવ્યું હતું કે, મને મારા ઘરે જવાથી ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. તેમણે સાથે સાથે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી સાથે વિખુટા પડવાની માં હું એકલો નહોતો મારી સાથે મારા ઘણા મિત્રો પણ હતા. વર્ષ ૨૦૦૭ની વાત કરતા ધીરુભાઈ બાદમાં જણાવ્યું હતું કે ત્યાર પછી બધા જ ધીમે ધીમે ભાજપમાં જોડાવા લાગ્યા હતા. મારા મિત્રો મને કહેતા હતા કે તમે પણ ભાજપમાં જોડાઈ જાઓ. ધીરુભાઈએ ૨૦૦૭થી જ વિધાનસભા લડ્યા લોકસભા લડ્યા અને છેવટે વર્ષ 2017માં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને છેલ્લા ચાર વરસથી એમનામ બેઠા હતા. અને છેવટે ધીરુભાઈએ નિર્ણય કર્યો પોતાના જ ઘરમાં રહેવાનો એટલે જ ધીરુભાઈએ ભારતીય જનતા પાર્ટીમાં જવાનું નક્કી કર્યું. તેઓ જણાવતા કહે છે કે આજે ભાજપમાં જોડાઈને તેઓ ખૂબ જ ખુશ છે અને તેમને આ વાતનું ગર્વ છે.
જ્યારે ધીરુભાઈને આમ આદમી પાર્ટી વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવતાં કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસે બંનેએ ઉમેદવારો માં ભૂલ કરી હતી જેના કારણે આમ આદમી પાર્ટી નું સર્જન થયું હતું બાકી આમ આદમી પાર્ટીને કોઈ લોકપ્રિયતા નહોતી. સાથે સાથે તેમણે જણાવતાં કહ્યું હતું કે મહેશ સવાણીને ટક્કર આપવા મેં ભાજપનો ખેસ પહેર્યો છે એવું હું નથી માનતો. કારણ કે આમ આદમી પાર્ટી કાંઈ નથી. પોતાનો અનુભવ જણાવતા ધીરુભાઈએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતા ભાજપ અથવા કોંગ્રેસને મત આપશે. અને ગુજરાતમાં બે પાર્ટી સિવાય ત્રીજી કોઈ પાર્ટી રાજ્યમાં ચાલતી નથી અને આમ આદમી પાર્ટી નું સર્જન માત્ર આ ભૂલોના કારણે થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.