કાર પલટી મારી જતા સર્જાયો ભયંકર અકસ્માત: પતિ-પત્નીનું ઘટના સ્થળે જ મોત, પુત્ર ગંભીર રીતે ઘાયલ

હરિયાણાના હિસાર જિલ્લાના પ્રેમ નગરમાં રહેતાં દંપતીનું ભવાની જિલ્લાના લોહારુ નજીક રોડ અકસ્માતમાં મોત થયું હતું. કાર પલટી ખાઇને ઝાડ સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 54 વર્ષીય અનુરાગ ગુપ્તા અને તેની પત્ની શાલુ ગુપ્તાનું મોત નીપજ્યું હતું.

જ્યારે મૃતકનો પુત્ર કાન્હા ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માતની માહિતી મળતાની સાથે જ લોહારુ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઇજાગ્રસ્ત કાન્હાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. તે જ સમયે, લોહારુ સીએચસીમાં પોસ્ટ મોર્ટમ કર્યા પછી મૃતદેહ પરિવારજનોને સોપવામાં આવી હતી.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અનુરાગ ગુપ્તા તેની પત્ની શાલુ ગુપ્તા અને પુત્ર કાન્હા સાથે રાત્રે હિસારથી જયપુર જઈ રહ્યા હતા. તેનો પુત્ર કાન્હા કાર ચલાવતો હતો. જ્યારે તે સિવાનીથી લોહારુ રોડ પર સિંઘાણી ગામ નજીક પહોંચ્યો ત્યારે કારનું સંતુલન બગડી ગયું હતું.

સંતુલન બગડવાને કારણે કાર પલટી ખાઇ ગઇ હતી અને વળાંક લેતી વખતે રસ્તાની બાજુના ઝાડ સાથે ટકરાઈ હતી. ઝાડ સાથે ટક્કર લાગતા કારનું પડીકું વળી ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *