ચીન: ચીનના જિલિન પ્રાંતમાં શનિવારે એક વેરહાઉસમાં લાગેલી આગમાં 14 લોકોના મૃત્યુ અને 26 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક અધિકારીના જણાવ્યા અનુસાર, જીલીન પ્રાંતની રાજધાની ચાંગચુંનના જીંગિયુ ઔદ્યોગિક વિકાસ ઝોનમાં આવેલા એક વેરહાઉસમાં આ દુર્ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં 14 લોકોનાં મોત થયા છે અને 26 લોકો ઘાયલ થયા છે.
જાણવા મળ્યું છ કે, તેમાં ઘાયલ થયેલા 12 લોકોની હાલત ગંભીર હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાહત અને બચાવની કામગીરી શરુ છે અને આગ કઈ કારણોથી લાગી છે તેની શોધ કરવામાં આવી રહી છે. હાલમાં ચીનમાં આગની આ બીજી મોટી ઘટના છે.
આ પહેલા પણ જૂન મહિનામાં, ચીનમાં માર્શલ આર્ટ્સ સ્કૂલમાં લાગેલી આગમાં 18 લોકોના મૃત્યુ અને 16 લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં 7 થી 16 વર્ષની વયના વિદ્યાર્થીઓ પણ છે. શાળાના ઇન્ચાર્જને પોલીસે કસ્ટડીમાં લીધા છે. 34 બોર્ડિંગ વિદ્યાર્થીઓ અકસ્માત સમયે શાળામાં હાજર હતા.
હેનાન પ્રાંતના ઝેચેંગ કાઉન્ટીમાં વહેલી સવારે આગ લાગી હતી. જાણવા મળ્યું છે કે, માર્શલ આર્ટ્સ સ્કૂલના બીજા માળે આગમાં માર્યા ગયેલા મોટાભાગના વિદ્યાર્થીઓ છે. તેમની ઉંમર 7 થી 16 વર્ષની વચ્ચે હતી. આગની ઘટનાઓ ચીનમાં એકદમ સામાન્ય છે.
તેને કારણે, મકાન નિર્માણમાં સલામતીના નિયમોની કાળજી લેવામાં આવતી નથી અને નિર્માણ ગુણવત્તાયુક્ત ધોરણો હેઠળ કરવામાં આવે છે. વર્ષ 2000 માં નાતાલના દિવસે સૌથી ભયાનક અકસ્માત થયો હતો. હેનાન પ્રાંતના લાયોઆંગ શહેરમાં નાઈટક્લબમાં ભારે આગ લાગી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.