ખેડૂત આંદોલન અંગે મોટા સમાચાર: ચુંટણી પહેલા રાકેશ ટિકૈતે કરી દીધી મોટી જાહેરાત, સરકારનું વધ્યું ટેન્શન 

ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે, ઉત્તરપ્રદેશ હમેંશા આંદોલનનો ગઢ રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં મગના ખેડૂતોએ 3 હજાર પોતાનો સસ્તો પાક વેચી માર્યો હતો.…

ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે, ઉત્તરપ્રદેશ હમેંશા આંદોલનનો ગઢ રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં મગના ખેડૂતોએ 3 હજાર પોતાનો સસ્તો પાક વેચી માર્યો હતો. સાથે સાથે બટાકાના ખેડૂતો બરબાદ થયા છે. શેરડી પકવતા ખેડૂતોને 12 હજાર કરોડની ચુકવણી બાકી છે. ઉત્તરપ્રદેશમાં ખેડૂતોને સૌથી મોંધા ભાવે વીજળી મળી રહી છે.

ચુંટણી પહેલા રાકેશ ટિકૈતે મોટી જાહેરાત કરતા કહ્યું છે કે, આગામી 5 સપ્ટેમ્બરે મુઝફ્ફરનગરમાં મોટી પંચાયત કરવામાં આવશે અને આગામી સમયમાં આંદોલનની શરૂઆત કરવામાં આવશે. સંયુક્ત મોરચાએ 8 મહિના આંદોલન કર્યા બાદ આ નિર્ણય  લેવામાં આવ્યો છે કે ઉત્તરપ્રદેશની સાથે આખા દેશમાં આંદોલનને ફેલાવવામાં આવશે અને દરેક જગ્યાએ આંદોલન કરવામાં આવશે.

રાકેશ ટિકૈતે કહ્યું છે કે, જ્યાં સુધી આ કાયદાને પાછા ખેચવામાં ન આવે ત્યાં સુધી ખેડૂત આંદોલન પાછુ ખેચવામાં આવશે નહિ. સાથે કહ્યું છે કે આંદોલન કરીને લાખનઉને પણ દિલ્હી બનાવી દઈશું. લખનઉની ચારેબાજુ આંદોલન થશે જેવી રીતે દિલ્હીમાં થઇ રહ્યું છે.

રાકેશ ટિકૈતે કહ્યું છે કે, અમે લોકો ચુંટણી લડવાના નથી અને ખેડૂતો જે પાર્ટીથી ખુશ હશે તેમને દેશની જનતા મત આપશે. અમારી લડાઈ ભાજપ સામે નહિ પરંતુ મોદી સરકારી સાથે છે. જેથી ભાજપના લોકો એવું ભૂલી જાય કે ખેડૂતોના મત તમને મળશે. સાથે સાથે રાકેશ ટિકેતે કહ્યું છે કે, આ આંદોલન ફક્ત ખેડૂતો માટે નહિ પરંતુ, ગરીબો અને મજૂરો માટે પણ છે.

રાકેશ ટિકૈતે એવું પણ જણાવ્યું છે કે, અમે 15 ઓગસ્ટે ટ્રેક્ટર દ્વારા રેલી કાઢીશું થતા ઝંડો પણ લહેરાવીશું. જ્યાં સુધી સરકાર કૃષિ કાયદાને પરત નહિ લે ત્યાં સુધી અમારું આ આંદોલન શરુ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *