સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં પ્રેમસંબંધમાં છેતરપીંડીના કિસ્સા સતત વધી રહ્યા છે. આ દરમિયાન સુરતમાંથી એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં નાનપુરા વિસ્તારની કોલેજીયન યુવતીએ ફેસબુક પર મિત્રતા થયા બાદ પાંગરેલા પ્રેમસબંધમાં બ્રેકઅપ કર્યું હોવા છતાં સામાજીક પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી સગાઇ તોડાવી નાખી હતી. આ ઉપરાંત, યુવતી અને તેના પિતાને મારી નાંખવાની પણ ધમકી આપતા મામલો અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ટેક્સટાઇલ ટ્રેડીંગનો ધંધો કરતો સોહન ઉર્ફે સની સુરાના સગાઇ કરનાર યુવક અને તેના પરિવારને મળી પ્રેમસંબંધ ચાલતો હોવાનું કહેતો હતો.
મળતી માહિતી મુજબ, સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતી નલિનીને વર્ષ 2015માં ફેસબુક પર સોહન ઉર્ફે સની રાજુભાઇ સુરાના સાથે મિત્રતા થઇ હતી. શરૂઆતમાં મેસેન્જર પર વાતચીત થયા બાદ તેમની વચ્ચે થયેલી ગાઢ મિત્રતા પ્રેમમાં ફેરવાઇ હતી. સોહન નલિનીને મળવા કોલેજ પણ જતો હોવાનું સામે આવ્યું છે. પરંતુ, તેની જાણ નલિનીના પરિવારને થતા તેણે સોહન સાથે બ્રેકઅપ કરી લીધું હતુ. તેમ છતાં સોહન વારંવાર નલિનીનો પીછો કરતો ગોવાનું સામે આવ્યું છે.
આ દરમિયાન નલિનીની તેના પરિવારે મંથન સાથે સગાઇ કરાવી હતી. પરંતુ, સોહને મંથનના પિતાને રૂબરૂ મળી નલિની સાથે પોતાનો પ્રેમસબંધ હોવાનું અને મોબાઇલમાં સેલ્ફી ફોટા બતાવ્યા હતા. જેને પગલે મંથનની નલિની સાથેની સગાઇ તૂટી ગઈ હતી. આ ઉપરાંત, સોહને નલિનીના સમાજના બે યુવાનને પણ તેની સાથેના પ્રેમસબંધ અંગે વાત કરી ફોટા બતાવી સામાજીક પ્રતિષ્ઠાને હાનિ પણ પહોંચાડી હતી.
મળતી માહિતી મુજબ, મંથન સાથેની સગાઇ તૂટી જતા પરિવારે નલિનીની સગાઇ સમાજના વિરાટ નામના યુવાન સાથે કરી હતી. પરંતુ, સોહને નલિનીને બદનામ કરવાનું ચાલુ રાખતા તેના પ્રેમસબંધની જાણ વિરાટને થતા તેણે પણ સગાઇ તોડી નાખી હતી. ઉપરાંત, સોહને નલિનીના ફોઇના દીકરાના ઇન્સ્ટાગ્રામ ઉપર પણ સતત મેસેજ કરી નલિની અંગેની માહિતી મેળવતો હતો અને સતત પીછો કરતો હતો. આ ઉપરાંત તેના પિતાને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. હાલ, આ અંગે નલિનીએ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ટેક્સટાઇલનો ઓનલાઇન ટ્રેડીંગનો ધંધો કરતા સોહન ઉર્ફે સનીની ધરપકડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.