કેન્દ્ર સરકારનીસહમતી દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એ 6 રાજ્યના રાજ્યપાલ ની નિયુક્તિ કરી છે. તેમાંથી સૌથી મોટું નામ આનંદીબેન પટેલનું છે. જે હવે મધ્ય પ્રદેશ નહીં પરંતુ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમવામાં આવ્યા છે. તે પહેલા યુપીના રાજ્યપાલ રામનાયક થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ 19 જાન્યુઆરી 2018 માં પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. તે સમયે આનંદીબેન પટેલે ઓમ પ્રકાશ કોહલી ની જગ્યા લીધેલી હતી.
તેવી જ રીતે લાલજી ટંડન મધ્યપ્રદેશ મા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. બિહારમાં હવે લાલજી ટંડન ની જગ્યાએ રાજ્યપાલ તરીકે ફાગુ ચૌહાણ ને લેવામાં આવ્યા છે. જગદીપ ધનકરને બંગાળના રાજ્યપાલ તરીકે અને રમેશ બેસ ને ત્રિપુરાના રાજ્યપાલ તરીકે બનાવવામાં આવ્યા છે. તે ઉપરાંત પણ આરણરવિને નાગાલેન્ડના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ક્યાં-ક્યાં થયા બદલાવો??
▪ મધ્યપ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલને ઉત્તરપ્રદેશ મા ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
▪ પશ્ચિમ બંગાળમાં કેસરીનાથ ત્રિપાઠીને બીપી બદલે હવે જગદીપ ધનખડ ને રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
▪ પૂર્વ ભાજપ સંસદ રમેશ બેસને ત્રિપુરામાં ગવર્નર બનાવવામાં આવ્યા છે. 2019 ની લોકસભા ચુનાવ માં તેણે ટિકિટ કપાઈ ગઈ હતી. જેના પછી પણ તેમણે પાર્ટી માટે પ્રચાર કર્યો હતો.
▪ બિહારના ગવર્નર લાલજી ટંડન અને મધ્યપ્રદેશમાં ગવર્નર બનાવવામાં આવ્યા છે.
▪ ફાગુ ચૌહાણ અને બિહારમાં ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જે ઉત્તર પ્રદેશ સરકારમાં પૂર્વ મંત્રી ફાગુ ચૌહાણ ને ફેબ્રુઆરી 2019 ઉત્તરપ્રદેશના પછાત વર્ગ આરોગ્ય ના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.
▪ આર્યન રવિને નાગાલેન્ડમાં ગવર્મેન્ટ ની નિમણુક કરવામાં આવી છે. જેને પહેલા આર્યન રવિ ની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મા નિમણૂક કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે,19 જાન્યુઆરી 2018 માં ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્યપ્રદેશમાં રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. તે સમયે આનંદીબેન પટેલે ઓમ પ્રકાશ કોહલી ની જગ્યા લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.