વૃદ્ધ દાદીમાનો આ વિડીયો જોઈને તમારી આંખોમાંથી આંસુ સરી પડશે- જુઓ હ્રદયસ્પર્શી વિડીયો

સોસિયલ મીડિયા પર અવારનવાર વિડીયો ખુબ જ વાયરલ થતા હોય છે. કેટલીકવાર આવા વિડીયો લોકોને ખુબ મદદગાર સાબિત થતા હોય છે. જેનું ઉત્તમ ઉદાહરણ ‘બાબા…

સોસિયલ મીડિયા પર અવારનવાર વિડીયો ખુબ જ વાયરલ થતા હોય છે. કેટલીકવાર આવા વિડીયો લોકોને ખુબ મદદગાર સાબિત થતા હોય છે. જેનું ઉત્તમ ઉદાહરણ ‘બાબા કા ઢાબા’ છે. આવો જ એક અન્ય વિડીયો હાલમાં સામે આવ્યો છે. કેટલાક વીડિયો મજેદાર હોય છે.

કેટલાક વિડીયો તો આંખોમાંથી આંસૂ લાવવા માટે મજબૂર કરી દેતા હોય છે. આવો જ અન્ય એક વીડિયો હાલમાં વાયરલ થયો છે. જેને જોઈ આપની આંખોમાંથી આંસૂ આવી જશે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વૃદ્ધ દાદીમાં જ્યૂસ વેચી રહી છે.

આ વિડીયોમાં વૃદ્ધ દાદીમાં જીવન નિર્વાહ કરવા માટે થઈને કેટલી મથામણ કરી રહ્યા છે. આટલી મોટી ઉંમરમાં પણ રોજીરોટી માટે તેમને કેટલી મહેનત કરવી પડે છે. તેમ છતાં પણ તેમના ચહેરા પર જરાં પણ થાક અથવા તો ઉદાસી જોવા મળતી નથી. આ વૃદ્ધ મહિલા હસતા હસતાં પોતાનું કામ કરી રહ્યા છે.

જ્યૂસ વેચતા આ દાદીનો વીડિયો ઈંસ્ટાગ્રામ પર પર વાયરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે, આ વૃદ્ધ મહિલા અમૃતસરમાં આવેલ રાની દા બગીચાની બહાર SBI બેંકની સામે, ઉપ્પલ ન્યૂરો હોસ્પિટલ પાસે ઉભા રહીને જ્યૂસ વેચી રહી છે. પ્રખ્યાત પંજાબી સિંગર અમી વિર્કે આ વીડિયો પર કમેન્ટ કરી છે.

ત્યારપછી લોકો આ વૃદ્ધ મહિલાની મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે તેમજ તેમને મદદ કરવા માટેની અપીલ કરી રહ્યા છે. લોકો આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યા છે તેમજ મદદ કરવા માટે પણ લોકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. આવો જોઈએ આ વિડીયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *