કેરલ: આશરે 1 વર્ષ પહેલા કેરળના મલપ્પુરમમાં ગર્ભવતી હાથીને ફટાકડા ખવડાવવાની ઘટના ભાગ્યે જ કોઈ ભૂલી ગયા હશે. કર્ણાટકના હસન જિલ્લામાં આવી જ એક અમાનવીય ઘટના બની છે. કર્ણાટકમાં પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતાનો એક વધુ દુઃખદ બનાવ જોવા મળ્યો છે.
અજાણ્યા લોકોએ નિર્દયતાથી વાનરોને મારી નાખ્યા છે. એક સાથે 60 વાનરને કર્ણાટકના હસન જિલ્લામાં ઝેર આપવામાં આવ્યા છે. આ મામલો બુધવારે મોડી રાત્રે પ્રકાશમાં આવ્યો હતો. પોલીસને માહિતી મળી હતી કે, હસન જિલ્લાના સકલેશપુર વિસ્તારમાં વાનરના મોત થયા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ત્યાંની ઘણી બોરીઓમાં વાનર મળી આવ્યા હતા. બોરીઓમાં 60 વાંદરાઓને નિર્દયતાથી મારીને ફેંકી દેવામાં આવ્યા હતા.
તેમાંથી મૃત હાલતમાં 46 વાનર મળી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ વાનરોને ઝેર આપવામાં આવ્યું હતું અને તે પછી તેમને બોરીઓમાં ભરીને ફેંકી દેવામાં આવ્યા હતા. સકલેશપુર પોલીસે જણાવ્યું હતું કે, કોથળામાં બંધ હાલતમાં આ વાનરો મળી આવ્યા છે. જેમાંથી ફક્ત 14 વાનરો બચી શક્યા છે.
મળતી માહિતી અનુસાર, ઝેરના કારણે 46 વાનરના મોત થયા છે. વાનરો પ્રત્યે ક્રૂરતાના આ કેસમાં FIR નોંધવામાં આવી છે. બેલુર વન વિસ્તારના સહાયક સંરક્ષક પ્રભુ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ મામલે વન વિભાગ તપાસ કરી રહ્યું છે. વન વિભાગનું માનવું છે કે, વાંદરાઓને કોઈ અન્ય જગ્યાએથી લાવવામાં આવ્યા હતા અને તેમને બીજી જગ્યાએ મોકલવાની યોજના હશે. તેમ કરવામાં નિષ્ફળ જતાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. વાંદરાઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, જેમાં જાણવા મળ્યું છે કે, તેને ઝેર આપવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.