કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકારે એક મહત્વનો અને મોટો નિર્ણય લીધો છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને આ વખતે તરણેતરનો મેળો ન યોજવાનો જિલ્લા પ્રસાશને એક મોટો નિર્ણય લીધો છે.
કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો બીજા વર્ષે પણ બંધ રાખવામાં આવશે. ગયા વર્ષે કોરોના મહામારીમાં લોકડાઉન જેવી સ્થિતિમાં મેલા તેમજ ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. ત્યારે આ વખતે પણ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રસાશને તરણેતરનો મેળો ન યોજવાનો એક મહત્વનો અને મોટો નિર્ણય લીધો છે. મંદિરમાં માત્રને માત્ર પૂજા અર્ચના અને ધ્વજારોહણ કરવા માટેની જ મંજુરી આપવામાં આવી છે.
આ વર્ષે પણ શ્રાવણ માસમાં યોજાતા લોકમેળાનું અનોખું અને વિશેષ મહત્વ આપવામાં આવે છે. જોવા જઈએ તો સૌરાષ્ટમાં શ્રાવણ અને ભાદરવા માસમાં નાના મોટા મેળા યોજાતા રહે છે. જે મેળાઓ પૈકી તરણેતરનો મેળો વિશ્વ પ્રસિદ્ધ માનવામાં આવે છે. પરંતુ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને રાજકોટ, જામનગર અને પોરબંદર બાદ સુરેન્દ્રનગરમાં પણ તમામ મેળા યોજવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સાથે સાથે જણાવી દઈએ કે સૌરાષ્ટ્રનો સૌથી વધુ પ્રચલિત અને વિશ્વ વિખ્યાત લોક ભાતીગળ મેળો પણ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને બંધ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.