દુઃખદ ઘટના: પાયલટની લાપરવાહીના કારણે ખડક સાથે વિમાન અથડાતા 113 લોકોના મોત

હવાઈ મુસાફરી ની શરૂઆતથી, લોકોને ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો રસ્તો ખુબસરળતા થી મળ્યો છે. પણ હવાઈ મુસાફરી દરમિયાન કેટલીક ઘટના થાય છે. તે ઘટના ના કારણે ઘણા લોકો એ પોતાના પ્રિયજનો ને છીનવી લીધા છે. આવી જ ઘટના 1992 માં આ જ  દિવસે નેપાળ માં બની હતી. થાઈ એરવેઝ ઈન્ટરનેશનલ ફ્લાઈટ 311, 31 જુલાઈ 1992 ના દિવસે બેંગકોક, થાઈલેન્ડના ડોન મુઆંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી કાઠમંડુ, નેપાળના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ પાછી જઈ રહી હતી.

પરંતુ આ વિમાન ત્રિભુવન એરપોર્ટ નજીક ક્રેશ થયું. આ અકસ્માત દરમિયાન 113 લોકો મૃત્યુ પામ્યા હતા. વિમાન એરપોર્ટના 2 રનવે પર ઉતરવાનું હતું, પરંતુ તે દરમિયાન ક્રૂ મેમ્બર્સને પ્લેનના ફ્લેપમાં ખામીનો સામનો કરવો પડ્યો હતો, તેના કારણે પ્લેનને નજીકના કોલકાતા એરપોર્ટ પર ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ થોડા સમય પછી ફ્લેપ્સ ફરી કામ કરવા લાગ્યા અને ક્રૂએ કાઠમંડુમાં લેન્ડ કરવાનું નક્કી કર્યું હતું. કેપ્ટન ત્રિભુવને એરપોર્ટ પરથી પવન અને વિઝિબિલિટી વિશે સતત પૂછપરછ કરી હતી, પરંતુ એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલે કહ્યું હતું કે 2 રનવે લેન્ડિંગ માટે ઉપલબ્ધ છે.

એર ટ્રાફિક કંટ્રોલ અને પાયલોટ વચ્ચે ભાષાની સમસ્યા પણ થઈ હતી. કેપ્ટને 4 વાર ડાબી બાજુ વળવા માટે પરવાનગી માંગી હતી, પરંતુ તેની વિનંતીઓનો કોઈ જવાબ ન મળતા, તેણે વિમાન જમણે વાળ્યું હતું અને વિમાનને ફ્લાઇટ લેવલ 200 પર લઈ ગયો હતો. પ્લેનને સંભાળતા એર ટ્રાફિક કંટ્રોલરે માની લીધું હતું કે પ્લેન લેન્ડ થવાનું નથી. માટે તેણે 11,500 ની ઉંચાઈએ વિમાનને સાફ કર્યું હતું.

આ એક એવી ઉંચાઈ છે કે જ્યાં વિમાન સુરક્ષિત રહેતું હોય છે. વિમાન 11,500 ની ઉંચાઈ પરથી નીચે આવ્યું અને તેણે 360 ડિગ્રી વળાંક લીધો અને એરપોર્ટ ઉપરથી ઉત્તર તરફ પસાર થયો હતો. અકસ્માત થયાની થોડીક સેકન્ડ પહેલા, ગ્રાઉન્ડ પ્રોક્સિમિટી વોર્નિંગ સિસ્ટમ સક્રિય થઈ હતી. તેણે ક્રૂને સાવધાન કર્યા હતા કે વિમાન પહાડો સાથે ટકરાઈ શકે છે.

ફર્સ્ટ ઓફિસર બુનિયાજે કેપ્ટનને સાવધાન કર્યા હતા અને વિમાનને ફેરવવાની વિનંતી પણ કરી હતી. પરંતુ ભાષાની સમસ્યાના કારણે, સુત્તમાઈએ જણાવ્યું હતું કે GPWS માત્ર ખોટા અહેવાલો આપી રહી છે. પરંતુ થોડા સમય પછી, વિમાન 11,500 ફૂટની ઉંચાઈએ લેંગટાંગ નેશનલ પાર્કના દૂરના વિસ્તારમાં ખડક સાથે અથડાયુ હતું. આ અકસ્માતમાં 14 ક્રૂ મેમ્બર સહિત 113 લોકોનું દુ:ખદ નિધન થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *