વડોદરાના સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજનીય શ્રી હરિપ્રસાદ સ્વામીનું નિધન થયું છે. વડોદરા શહેરની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર દરમ્યાન સોમવારે રાત્રે તેઓ અવસાન પામ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ, સંતો અને દેશ વિદેશના હરિભક્તોમાં શોકની લાગણી છવાઈ છે, તેઓ શ્રી યોગી ડીવાઇન સોસાયટી ના પ્રણેતા પણ હતા.
હરિપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહને હરીધામ સોખડા લઇ જવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હરિપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહને હરીધામ સોખડા લઇ જતી વખતે રસ્તા પર મોટી સંખ્યામાં ભારે ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. ભક્તો પણ આ કાફલાની સાથે વાહનો લઈને જોડાણા હતા.
દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં હરીભક્તો સોખડા ખાતે આવી રહ્યા છે. સ્વામીજીના અંતિમ દર્શનના શનિવારે છેલ્લા દિવસે પણ આશરે એક લાખ કરતા વધુ ભક્તો દર્શન કર્યા છે. આજે રવિવારે બપોરે હરિધામ મંદિરમાં આવેલા લીમડાવનમાં સ્વામીજીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જેમાં સંતો અને અગ્રણીઓ હાજર રહેશે. જયારે હરિભકતોએ ઓનલાઇન દર્શન કરવાનાં રહેશે. સ્વામીજીની અંતિમ સંસ્કાર વિધીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેવાનાં છે.
ગઈ કાલે શનિવારે લીમડા વનમાં તૈયાર કરવામાં આવેલા અંતિમસંસ્કારના સ્થળ પર 7 નદીનાં જળ, ગૌમૂત્ર અને છાણથી લીપણ કરવામાં આવ્યુ હતું. આજે રવિવારે સવારે અહી અંત્યેષ્ટિ માટે ચંદન, લીમડો, સેવન, પીપડો, કેર, ઉમરો સહીત 8 વૃક્ષોનાં કાષ્ટ ઉપરાંત ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવેલ અડાયા છાણા, દર્ભના પુડાથી ચીતા તૈયાર કરવામાં આવશે. જ્યાં સ્વામીજી મહારાજનો દેહ પવિત્ર અગ્નિમાં પંચમહાભૂતમાં વિલિન થશે. દિવ્ય દેહને મંદિરના અખંડ દીપથી પ્રજ્વલીત પણ કરવામાં આવશે. આજ રોજ રવિવારે અંતિમક્રિયા વખતે મુખ્યમંત્રી સહિતના રાજકીય આગેવાનો, સમાજીક અને ધાર્મિક આગેવાનો પણ આ વિધિમાં ઉપસ્થિત રહેશે.
અમે તમને જણાવી દઈએ કે , સ્વામી હરિપ્રસાદજી બોચાસણ વાસી શ્રી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા(BAPS)ના સંત અને પ્રમુખ સ્વામી મહારાજના ગુરુભાઈ હતા અને તેઓને જન્મ 1934માં થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.