સુરત(ગુજરાત): આજકાલ આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે. મોટા ભાગે આર્થિક તનાવ તેમજ પ્રેમ સબંધમાં પણ આત્મહત્યા કરતા હોય છે. એવું કહેવાય છે કે, પ્રેમ ખરેખર આંધળો હોય એ ફરીવાર સાચી ઠરી છે. સચિન વિસ્તારમાં રહેતા અને 16 વર્ષના તરુણે ગઈકાલે ગળેફાંસો ખાઇને મોતને વ્હાલુ કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તરુણને પોતાના વતન બંગાળમાં પોતાનાથી મોટી ઉંમરની અને પરિણીતા સાથે પ્રેમ થઈ હતો. આ વાતની માતા-પિતાને ખબર પડતા તેને પ્રેમિકાથી જુદો કરી સુરત ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. આ વાતનું લાગી આવતા તરૂણ ગમમાં રહેવા લાગ્યો હતો. આખરે તેણે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસ દ્વારા સમગ્ર બાબતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સૂત્રો દ્વારા મળતી માહિત મુજબ, સચિન સુડા સેકટરમાં રહેતા સાકીરૂબ હુસેન જાકીર હુસેન મંડલનાએ ગઈકાલે સવારના સમયે ઘરમાં છતની ઍંગલ સાથે રૂમાલ બાંધી ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, મૂળ બંગાળના જસઇકાઠી ગામનો વતની હતો અને ઍક મહિના પહેલા જ સુરતના સચિન સુડા સેક્ટરમાં રહેતા મામાના ઘરે આવ્યો હતો અને અહીંયા સચિન વિસ્તારની જ એક કંપનીમાં સિલાઇનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે.
જાણવા મળ્યું છે કે, પોતાના ગામમાં પોતાનાથી મોટી ઉંમરની એક પરિણીતા સાથે પ્રેમ હતો. જયારે આ અંગે તેના માતા પિતા સહિત પરિવારજનોને ખબર પડી ત્યારે તેમણે બંનેને છુટા પાડવા માટે સાકીરૂબને સુરતમાં રહેતા મામા અને ભાઇ આસિફ પાસે મોકલી આપ્યો હતો.
પરંતુ, માતા-પિતાને ક્યાં ખબર હતી કે દીકરાને સુરત મોકલી દેવાથી આવું બધું થઇ જશે. આ બાજુ પ્રેમિકાથી છુટા પડયા બાદ સાકીરૂબનું મન લાગતું ન હતું અને પ્રેમિકાથી જુદા થવાના ગમમાં રહેવા લાગ્યો હતો. આખરે તેના ગમમાં સુરતમાં જ યુવકે આપઘાત કરી મોતને વહાલુ કરી લેતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ સચિન પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરુ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.