કોરોના વચ્ચે પણ અમદાવાદની પરણીતાને ત્રણ નરાધમોએ બનાવી હવસનો શિકાર અને આપ્યું દર્દનાક મોત- સમગ્ર ઘટના જાણી…

હાલ રાજ્યમાં કોરોના સમયમાં ગુનાઓનું પ્રમાણ પણ વધતું જઈ રહ્યું છે. આ દરમિયાન અમદાવાદમાં પણ UP, બિહારવાળી શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં એક પરિણીતા સાથે…

હાલ રાજ્યમાં કોરોના સમયમાં ગુનાઓનું પ્રમાણ પણ વધતું જઈ રહ્યું છે. આ દરમિયાન અમદાવાદમાં પણ UP, બિહારવાળી શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં એક પરિણીતા સાથે ગેંગરેપ બાદ કરપીણ હત્યા કરી નાંખી હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે. 3 આરોપીઓએ પરિણીતાને ગોંધી રાખીને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જાણવા મળ્યું છે કે, દુષ્કર્મ બાદ પરિણીતાની હત્યા કરી નાંખવામાં આવી છે.

અમદાવાદની 24 વર્ષીય પરિણીતાનું દાણીલીમડામાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને ખોડિયારનગર, બહેરામપુરામાં ગોંધી રાખવામાં આવી હતી. આ ઘટનામાં હાલ પોલીસ ચોપડે રાજુ સોલંકી, ઈમરાન અને શકીલ નામના શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા હાલ ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

આ ઘટના વિષે જાણવા મળ્યું છે કે, અમદાવાદમાં આજે એક 24 વર્ષીય પરિણીતા સાથે દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી છે. શહેરના ત્રણ નરાધમો દ્વારા પોતાની હવસ સંતોષવા માટે પરિણીતાને દાણીલીમડા એરિયામાંથી અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને ખોડીયારનગર અને બહેરામપુરા વિસ્તારમાં ગોંધી રખાઈ છે.

ત્રણેય આરોપીઓએ 1 દિવસ પરિણીતાને ગોંધી રાખીને વારાફરથી સતત બળાત્કાર કર્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, 24 વર્ષીય પરિણીતાને ત્રણેય આરોપીઓએ ઘેનની 15 જેટલી ગોળીઓ અલગ અલગ સમયે ખવડાવી હતી. ત્યારબાદ પરિણીતા જયારે બેભાન અવસ્થામાં હતી ત્યારે ત્રણેય આરોપીઓએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેમના કારનામાની કોઈને ખબર ન પડે તેના માટે પરિણીતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

દાણીલીમડા પોલીસ દ્વારા ગેંગરેપ અને હત્યાનો ગુનો ત્રણ શખ્શો વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં રાજુ સોલંકી, ઇમરાન અને શકીલ નામના શખ્શોનો હાથ હોવાનું જાણવા મળ્યું છે અને તેમના વિરુદ્ધ ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે. હાલ ત્રણેય આરોપીઓની દાણીલીમડા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *