સુરતમાં રક્ષાબંધનના પર્વ પહેલાં જ 37 વર્ષના ભાઈએ બહેનને કિડની આપીને આપી અમુલ્ય ભેટ

સુરત(ગુજરાત): સુરતના એક ભાઈએ રક્ષાબંધનના પર્વ પહેલાં જ પોતાની બહેનને કિડની ડોનેટ કરી જીવનની રક્ષાની અમૂલ્ય ભેટ આપી છે.

4 વર્ષ અગાઉ વ્યારાના 42 વર્ષના લતાબેનની કિડની ફેલ થઈ જતા છેલ્લા દોઢ વર્ષથી તેઓ ડાયાલિસિસ કરાવતા હતા. મેટાસ હોસ્પિટલના ડો. વત્સા પટેલે લતાબેનને કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ કરી હતી. બારડોલીમાં રહેતા લતાબેનના 37 વર્ષના ભાઇ હિતેશભાઈની કિડની મેચ થતા તેઓ ડોનેટ કરવા માટે તરત તૈયાર થયા હતા. 27 જુલાઈએ ડો.વત્સા પટેલ, અનિલ પટેલ, યુરોલોજીના ડો. ચિરાગ પટેલ સહિતની 50 સભ્યોની ટીમેં પ્રથમ સફળ લાઈવ કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું.

બહેનને કિડનીની ભેટ આપનાર હિતેશભાઈના જણાવ્યા અનુસાર, એક કિડની દ્વારા પણ હું સામાન્ય જીવન જીવી શકું છું તેમ છતા બહેનને મારી ચિંતા થતી હતી. કિડની ટ્રાન્સપ્લાન્ટ પહેલાં ડોક્ટરોએ મને પુછ્યું હતું ત્યારે મે તેમને કહ્યું હતું કે, રક્ષાબંધન આવે છે અને રક્ષાબંધનમાં મારી બહેન માટે આનાથી વિશેષ કોઈ ભેંટ હોય ન શકે. મારી કિડની મારી બહેનને નવું જીવન આપવા માટે ઉપયોગી થઈ તે માટે હું પોતાને ખુબ નસીબદાર માનું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *