‘ક્રાઈમ સ્ટેટ’ બની રહ્યું છે ગુજરાત: વડોદરામાં અવાવરું જગ્યાએથી લાશ મળી આવતા પોલીસ થઇ દોડતી

વડોદરા(ગુજરાત): છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હત્યાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. તાજેતરમાં વડોદરામાંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં જિલ્લાના પાદરા તાલુકાના મોભા ગામ પાસેથી આધેડની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ દ્વારા લાશનો કબજો લઇને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આધેડ પાણીપુરી-નાસ્તાની લારી ચલાવી ગુજરાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, પાદરા તાલુકાના મોભા ગામના બસ સ્ટેન્ડની પાછળના ભાગે આવેલી અવાવરું જગ્યામાંથી આધેડનો મૃતદેહ મળી આવતા હોબાળો મચી જવા પામ્યો છે. લાશ મળતા ગામ લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. પોલીસને બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આધેડના શરીર ઉપર ઇજાના નિશાન મળી આવ્યા હતા. પોલીસ દ્વારા આધેડની હત્યા થઇ હોવાની આશંકા સેવી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, મોભા પંથકમાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવમાં આધેડ મોભા ગામે છેલ્લા 25 વર્ષથી રહેતો રાજુભાઇ જયશ્વાલ હતો. તે મોભા ગામના બસ સ્ટેન્ડની સામે નાસ્તા તથા પાણીપુરીની લારી ચલાવી ગુજરાન ચલાવતો હતો. તેની હત્યા થઇ હોવાની આશંકા સેવાઇ રહી છે. પોલીસ દ્વારા રાજુ જયશ્વાલનું મોત ચોક્કસ કયા કારણોસર થયું છે તે અંગેની માહિતી મેળવવા માટે FSLની મદદ લેવામાં આવી છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, રાજુ જયશ્વાલના શરીર ઉપર ઇજાના નિશાન પણ મળી આવ્યા છે. જેથી લોકોનું માનવું છે કે, અજાણ્યા શખ્સો દ્વારા તેની હત્યા કરીને લાશ ફેંકી દેવામાં આવી છે. જોકે, હાલ પોલીસને રાજુ જયશ્વાલની હત્યા થઇ હોવાની આશંકા છે. જોકે, પોલીસ દ્વારા હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *