સુરતમાં કોરોના બેકાબુ: હોસ્પિટલમાં બેડ ન મળતા માતા-પુત્ર પગથીયા પર સારવાર લેવા બન્યાં મજબુર

સુરતમાં સર્જાયા લાચારીના દ્રશ્યો: છેલ્લા 8 દિવસથી મહારાષ્ટ્રથી આવેલ માતા-પુત્ર હોસ્પિટલનાં પગથીયા પર લઈ રહ્યાં લાચારી, બેદરકારી તથા અસંવેદનશીલતાનું આ ચિત્ર કોરોનાયુગની ગાથા સુરત શહેરમાં…

સુરતમાં સર્જાયા લાચારીના દ્રશ્યો: છેલ્લા 8 દિવસથી મહારાષ્ટ્રથી આવેલ માતા-પુત્ર હોસ્પિટલનાં પગથીયા પર લઈ રહ્યાં લાચારી, બેદરકારી તથા અસંવેદનશીલતાનું આ ચિત્ર કોરોનાયુગની ગાથા સુરત શહેરમાં જોવા મળી છે. જ્યારે 3 પરિવારના સભ્યો કોરોનાથી પીડાઈ રહ્યાં છે પણ સારવાર દરેક માટે નથી હોતી.

નંદુરબાર જિલ્લામાં એક વૃદ્ધ દંપતી તેમજ તેમનો 32 વર્ષીય દીકરો કોરાના પોઝિટિવ આવતા સારવાર માટે સુરત આવ્યો પણ માત્ર પિતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે માતા-પુત્રને હોસ્પિટલની બહાર પગથિયાં પર સારવાર લેવાનો વારો આવ્યો છે.

કોરોનાના દર્દીઓ વધતાં જતાં હોવાથી સ્થિતિ બની બેકાબૂ:
શહેરની સરકારી-ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ ઊભરાઈ ગયા છે. આવી પરિસ્થિતિમાં પરિવારને સરકારી હોસ્પિટલમાં જગ્યા મળી નથી તો સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ યુનિક હોસ્પિટલમાં જવું પડ્યું હતું પણ ખાનગી હોસ્પિટલોની ખર્ચાળ સારવાર હોવાથી પિતાને જ હોસ્પિટલમાં દાખલ કરી શકાયા હતા.

પરિસ્થિતિ એવી આવીને ઉભી રહી છે કે, છેલ્લા એક અઠવાડિયાથી પિતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે માતા અને પુત્ર હોસ્પિટલની બહારનાં પગથિયાં પર સારવાર લઈ રહ્યાં છે. આ પરીસ્તિથી સુરતની કફોડી બનતી હાલત દર્શાવે છે.

કોરોનાથી મૃત પામેલ લોકોના અંતિમસંસ્કાર કરવા જગ્યા ખૂટી:
શહેરમાં કોવિડ-નોન-કોવિડથી દરરોજના અંદાજે 240 લોકોનાં મોત થઇ રહ્યાં છે. સ્મશાનોમાં જગ્યા ખૂટી પડતાં લાશોને બારડોલી સ્મશાનમાં લઇ જવામાં આવી છે. પહેલાં દિવસે 6 લાશોની અંતિમવિધિ બારડોલીમાં કરવામાં આવી હતી. સુરતની પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે, સ્મશાનગૃહમાં ડેડબોડીના અગ્નિસંસ્કાર માટે નંબર પ્રમાણે ટોકન આપવામાં આવે છે.

ટોકન મુજબ જેનો નંબર આવે તેનું નામ જાહેર કરવામાં આવે છે. ત્યારબાદ જ તેને અગ્નિદાહ આપવામાં આવે છે. વેઈટિંગ યાદી અત્યારસુધી બેથી ચાર કલાકનું હતું પરંતુ છેલ્લા 2 દિવસથી વેઇટિંગ ટાઇમમાં વધારો કરી દેવામાં આવ્યો છે જયારે આ વેઈટિંગ હવે 8થી 10 કલાક સુધી પહોંચી ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *